Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર ના ધડા ગામે ૩૮ લાખ નો લીલો ગાંજો SOG એ ઝડપી પાડ્યો

Published

on

38 lakh worth of green ganja was seized by SOG from Dhada village of Chotaudepur

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

ધડા ગામ ખાતેથી ચાર અલગ અલગ ખેતરમાં ઉગાડેલા રૂ.૩૮ લાખની કિંમતનો ગાંજો ઝડપાયો; એકની ધરપકડ, ત્રણની શોધખોળ ચાલુ

Advertisement

છોટા ઉદેપુર જિલ્લામાં ધડાગામ ખાતેથી ચાર અલગ અલગ ખેતરમાં ઉગાડેલા રૂ. ૩૮,૮૮,૫૦૦ની કિંમતના ગાંજાના છોડ સાથે એક જણાની જિલ્લા એસ.ઓ.જી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણ જણાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

છોટા ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં ગાંજાની ખેતી કરવાના કિસ્સા અવાર નવાર બની રહ્યા છે. ત્યારે જિલ્લાના સરહદી ગામ ધડાગામ ખાતે ચાર અલગ અલગ ખેતરમાંથી ગાંજાના છોડ જીલ્લા એસ.ઓ.જી.એ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ધડાગામ ખાતે ખેતરમાં ગાંજાની ખેતી કરતા હોવાની બાતમી જિલ્લા એસ. ઓ.જી.ના ઇન્ચાર્જ પી.એસ.આઇ. એમ.એસ.સુતરીયાને મળી હતી.

Advertisement

38 lakh worth of green ganja was seized by SOG from Dhada village of Chotaudepurc

બાતમી મુજબની જગ્યાએ રેડ કરતા છગનભાઈ ઉર્ફે છગલાભાઈ છોટિયાભાઈ નાયકના ખેતરમાંથી ૩૪૯ છોડ જેનું વજન ૪૯.૬૨ કિલોગ્રામ જેની કિંમત રૂ. ૪,૯૬,૨૦૦ વિકાભાઈ છોટીયાભાઈ નાયકાના ખેતરમાંથી ૮૩૨ છોડ જેનું વજન ૧૮૦.૪૪ કિલોગ્રામ જેની કિંમત રૂ.૧૪,૦૪,૪૦૦, બલસિંગભાઈ છોટિયાભાઇ નાયકાના ખેતરમાંથી ૫૫૪ છોડ જેનું વજન ૪૯.૧૧ કિલોગ્રામ જેની કીમત રૂ. ૪,૯૧,૧૦૦ તથા સરતાનભાઈ નટડાભાઈ નાયકાના ખેતરમાંથી ૧૦૮.૮૮ કિલોગ્રામ જેની કિંમત રૂ. ૧૦,૮૮,૮૦૦નો મળી આવ્યો હતો. જિલ્લા એસ.ઓ.જી. રેડ દરમિયાન ચાર અલગ અલગ ખેતરમાંથી ૩૮૮.૦૫ કિલોગ્રામના કુલ ૨૦૧૫ નંગ વનસ્પતિજન્ય ગાંજાના છોડ જેની કિંમત રૂ. ૩૮,૮૮,૫૦૦ સાથે એક આરોપી છગનભાઈ ઉર્ફે છગલાભાઇ છોટીયાભાઇ નાયકાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ જણાને પકડવાની તજવીજ ચાલુ છે.

Advertisement
error: Content is protected !!