Surat

સુરતમાં દાણચોરીનું 4.50 કરોડનું સોનું જપ્ત

Published

on

(સુનિલ ગાંજાંવાલા દ્વારા સુરત)

સુરતને સોનાની મૂરત કહેવાય છે.તે ખરેખર સોનાની મૂરત છે પણ ખરુ. Gold Smuggling પણ કેટલાક લોકો સુરતને જુદા જ સંદર્ભમાં સોનાની મૂરત સમજે છે અને તેને સોનાની મૂરત બનાવવા વિદેશી દાણચોરી કરીને સોનું લાવે છે. સુરત પોલીસની વિશેષ શાખાએ સુરત એરપોર્ટ પરથી જ સોનું પકડ્યું છે. વરાછા જતાં પટેલ કુટુંબ પાસેથી આ સોનું પકડવામાં આવ્યું છે. આ મુદ્દે સમગ્ર પટેલ કુટુંબને પકડવામાં આવ્યું છે.સુરતમાં સોનાના સ્મગલિંગનો મોટો ઘટસ્ફોટ થયો છે. Gold Smuggling સુરત શહેરના એરપોર્ટ પર લવાયેલું રૂપિયા 4.55 કરોડનું સોનું કબજે કરવામાં આવ્યું છે. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા દુબઈથી લવાયેલું સોનું શહેરમાં ઘૂસાડવામાં આવે તે પહેલા જ મહત્વની કાર્યવાહી કરાઈ છે. વરાછા જતા પટેલ પરિવારને ટીમે મોટા પ્રમાણમાં સોના સાથે પકડી પાડ્યો છે. હવે આ અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે. આમ અમદાવાદ એરપોર્ટ પછી સુરત એરપોર્ટ સોનાના સ્મગલિંગના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.દુબઈથી કઈ રીતે આ સોનું લાવવામાં આવ્યું, Gold Smuggling સુરતમાં તે કોને આપવાનું હતું તે તમામ મુદ્દે પોલીસ તપાસ કરશે. આટલા મોટા પ્રમાણમાં દુબઈથી સોનું કઈ રીતે લાવવામાં આવ્યું અને આ કામ માટે કોણ મદદ કરી હતી તે દિશામાં પણ શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

Advertisement

પકડાયેલા લોકોએ અગાઉ આવા કૃત્ય આચર્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. Gold Smuggling ઘણી વખત ફરવા જવાના બહાને આ પ્રકારના સ્મગલિંગ કરવામાં આવતા હોય છે ત્યારે પકડાયેલા શખ્સો કોના ઈશારે આ કામ કરી રહ્યા હતા તે અંગેની પૂછપરછ પણ કરવામાં આવશે.આ મામલે પોલીસે જણાવ્યું SOG પાસે માહિતી હતી કે દુબઈથી સોનું લાવીને દાણચોરી કરવામાં આવી રહી છે. Gold Smuggling બાતમી મળ્યા બાદ આ મામલે પોલીસે 15 દિવસથી વોચ ગોઠવેલી હતી. વાહનચેકિંગ દરમિયાન આ ટોળકીનો ભેદ ખુલ્યો હતો અને તેમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કસ્ટમ ડ્યુટી ના ચૂકવવી પડે તે માટે સોનાની દાણચોરી કરવામાં આવતી હતી. જોકે, પોલીસને અગાઉથી આ અંગે માહિતી મળી હોવાથી વોચ ગોઠવીને તપાસ કરવામાં આવી રહી હતી. સોનાનો જથ્થો લઈને આવેલો પટેલ પરિવાર એરપોર્ટથી વરાછા જવાનો હતો, જોકે, દુબઈથી લવાયેલું સોનું શહેરમાં પહોંચે તે પહેલા જ એસઓજી મોટી કાર્યવાહી કરી છે.

Advertisement

Trending

Exit mobile version