Uncategorized

સાવલીમાં બુરખા ગેંગ સક્રિય જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ બનાવી ૪.૮૦ લાખની ચોરી

Published

on

(સાવલી)

સાવલી નગરમાં આવેલ શ્રી જી જ્વેલર્સ નામની સોનીની દુકાન ના તાળા તોડી ૪.૮૦ લાખના ચાંદીના દાગીના ચોરીને  અજાણ્યા ચોરો  ફરાર થઈ જતા નગરના વેપારીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે

Advertisement

સાવલી નગરમાં આજરોજ સવાર  અરસા માં ઠંડી નો લાભ લઇ ચોરી ને અંજામ આપ્યો હતો અને નગરની મધ્ય માં આવેલ શ્રીજી જ્વેલર્સ નામની દુકાનને ટાર્ગેટ બનાવી હતી દુકાન માં દરવાજાના નકૂચા અને તાળા તોડીને પ્રવેશ કર્યો હતો અને સી.સી.ટી.વી કેમેરા ઉપર સ્પ્રે છાંટી કાળા બુકાની ધારી ચોરો દ્વારા ચોરી ને અંજામ હતો. તસ્કરો સફેદ બુરખા પહેરી દુકાન માં પ્રવેસ્યા હતા.

આશરે દોઢ કલાક સુધી ચોરો અંદર રહ્યા હોવાનું અનુમાન મનાઈ રહ્યું છે  ચોરીની ઘટના ના પગલે દુકાન માલિક મનોજભાઈ જોશી વડોદરા રહેતા હોવાથી ટેલીફોનિક  જાણ  કરવામાં આવી હતી તેઓના જણાવ્યા પ્રમાણે આશરે આઠ થી દસ કિલો ચાંદીની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે તપાસમાં અલગ અલગ ચાંદીના દાગીના રૂપિયા ૪.૮૦ ની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે ચોરી નો.ગુનો અજાણ્યા ચોરો સામે ૪.૮૦ લાખની ચોરી નો ગુનો નોધવા તજવીજ હાથ ધરી છે સાવલી પોલીસ દ્વારા લગાવવામાં આવેલ સી સી ટી વી કેમેરા  બંધ હાલતમાં શોભા  ગાંઠિયા સમાન   જોવા મળ્યા હતા જ્યારે નગરની મધ્યમાં આવેલ દુકાનનું તાળું તૂટતા નગરના વેપારીઓમાં અજાણ્યા ચોરો ના ડરથી ફફડાટ  વ્યાપી ગયો છે

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ સફેદ બુરખા નીચે સ્પોર્ટ સૂઝ પહેર્યા હતા સ્ત્રી ના વેશ માં આવેલા પુરુષ તસ્કરોએ સફેદ બુરખા પહેર્યા હતા. તસ્કરોએ સફેદ બુરખા જ કેમ પસંદ કર્યા ? CCTV માં સફેદ બુરખામાં પ્રવેસેલા ચોર ભૂત જેવા લાગતાં હતા અડધી રાત્રે સફેદ કપડાં માં કોઈ સ્ત્રી કે પુરુષ બહાર નીકળે તો લોકો ભૂત સમજે છે. ચોરી કરવા આવેલા તસ્કરોને કોઈ જુવે તો પણ તેમણે ભૂત સમજી લોકો ડર ના માર્યા ઘર માં છુપાઈ જતાં હોય છે લોકોને ડરાવા માટે ગેર માર્ગે દોરવા માટે ચોરી કરવા માટે સફેદ બુરખા ઉપર તસ્કરોએ પસંદગી ઉતારી હોવી જોઇયે

Advertisement

Trending

Exit mobile version