Connect with us

Gujarat

મહી નદી ઉપર ૪૧૨ કરોડના ખર્ચે બનનારા આડબંધનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

Published

on

સાવલી તાલુકાના પોઇચા કનોડા ખાતે થી  વડોદરા જિલ્લાને રૂ. ૫૦૭.૯૪ કરોડના વિકાસ કામોની ભેટ આપીને  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહી નદી પર ૪૨૯ .૭૬ કરોડ ના ખર્ચે બનનાર વિયર નું ખાત મુર્હૂત કર્યું હતું

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકો માટે સુખાકારીની સુવિધા ઊભી કરવા માટે નાણાંની કોઈ કમી નથી  વોટર ડેફિસિએટ સ્ટેટનું બિરૂદ દૂર કરી હવે રાજ્યે હવે જળક્રાંતિ સર્જી છે અને વોટર સરપ્લસ સ્ટેટનું માન મેળવ્યું છે

Advertisement

જળશક્તિ અને જનશક્તિને જોડીને ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણીદાર રાજ્ય બનાવ્યું છે

૬૯ હજાર કિલોમિટર લાંબી કેનાલના નેટવર્કથી નર્મદાના પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા છે

Advertisement

જળસંચય અભિયાન થકી ભગીરથ પ્રયાસના કારણે ૧૧૫૨૩ લાખ ઘન ફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે

પોઇચા થી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના નાગરિકોને દિવાળી પૂર્વે રૂ. ૫૦૭.૯૪ કરોડના વિકાસ કામોની સોગાદ આપતા જણાવ્યું કે, નાગરિકો માટે સુખાકારીની સુવિધા ઊભી કરવા ગુજરાત સરકાર માટે નાણાંની કોઈ કમી નથી. એક સમયે ગુજરાત ઉપર વોટર ડેફિસિએટ સ્ટેટનું બિરૂદ દૂર કરી હવે રાજ્યે હવે જળક્રાંતિ સર્જી છે અને વોટર સરપ્લસ સ્ટેટનું માન મેળવ્યું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલી વિકાસની કેડીને નવી દિશા તરફ લઈ જવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.મુખ્યમંત્રી એ જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસના સતત નવા નવા આયામો સર કરી રહ્યું છે. એક સમયે ગુજરાતમાં પાણીની ભારે અછત હતી. ઘરની માતા અને બહેનોને પાણી માટે માથે બેડા લઈ સીમમાં ભટકવું પડતું હત્તું. આ સમસ્યાનું નિરાકરણ  નરેન્દ્રભાઇ મોદી મહી, નર્મદા આધારિત સૌની યોજના, સુજલામ સુફલામ્ યોજના થકી લાવ્યા હતા. એક સમયનું પાણીની અછત ધરાવતું ગુજરાત આજે બેસ્ટ વોટર મેનેજમેન્ટ એવોર્ડ્સ મેળવતું રાજ્ય બની ગયું છે.

Advertisement

સાવલીથી મુખ્યમંત્રી  મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ રૂ. ૫૦૭.૯૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં સાવલી તાલુકાના કનોડા – પોઇચા ગામે નર્મદા અને કલ્પસર પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ. ૪૧૨ કરોડ કરતાં વધુ રકમના ખર્ચે નિર્માણ પામનારા મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આવિયર આ ઉપરાંત ૨૧૦ કામોનું લોકાર્પણ અને અન્ય ૨૫૭ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમાં સાવલી એસટી ડેપોના વર્કશોપના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે.

પાણીને પારસમણી અને પ્રભુનો પ્રસાદ માનવાનું વડાપ્રધાન એ આહ્વાન કર્યુ છે, એમ કહેતા મુખ્યમંત્રી  પટેલે ઉમેર્યું કે ગુજરાતમાં વડાપ્રધાન એ પંચામૃત શક્તિ આધારિત વૈશ્વિક વિકાસનો પાયો નાંખ્યો હતો અને આ પંચશક્તિ આધારિત વિકાસના પાયામાં જળશક્તિ અને જનશક્તિ રહેલી છે. આ બંને શક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવામાં આવ્યું છે. ૬૯ હજાર કિલોમિટર લાંબી કેનાલના નેટવર્કથી નર્મદાના પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા છે. જળસંચયના અનેક કામો રાજ્યમાં કરવામાં આવ્યા છે. અને રાજ્ય સરકારના જળ સંચય અભિયાનની પરિણામલક્ષી વિગતો પ્રસ્તુત કરતા  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ અભિયાનની રાજયવ્યાપી પરિશ્રમ કરી ચેકડેમો, બોરિબંધોમાંથી કાંપ કાઢવામાં આવ્યો છે. નદી, નાળાની સફાઈ કરવામાં આવી છે. આ ભગીરથ પ્રયાસના કારણે ૧૧૫૨૩ લાખ ઘન ફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. ગુજરાતે જળક્રાંતિ સર્જી છે. આ જળક્રાંતિના પરિણામે ગુજરાતના ઘરે ઘરે નલ સે જળ પહોંચ્યું છે. લાખો ખેડૂતના ખેતર સુધી પાક માટે સિંચાઇનું પાણી પહોંચ્યું છે. પિયત વિસ્તારમાં વૃદ્ધિ થઈ છે. એમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.

Advertisement

વડાપ્રધાન ના સફળ અને સક્ષમ નેતૃત્વને ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી, તેની ભૂમિકા પણ મુખ્યમંત્રી એ આપી હતી અને  નરેન્દ્રભાઇ મોદીએ વિકાસમાં ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે, એમ સગર્વ કહ્યું હતું. આગામી ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત બનાવવાના મહા અભિયાનમાં ગુજરાત અગ્રીમ ભૂમિકા અદા કરશે, એવી પ્રતિબદ્ધતા પણ મુખ્યમંત્રી એ વ્યક્ત કરી હતી.

મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ આ વિસ્તારના લોકોનું સ્વપ્ન સાકાર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. સાવલી ખાતે પોઇચા કનોડા વિયરની ૧૦ મીટરની ઉંચાઈ અને ૭૨૦ મીટર લાંબી આ યોજનાથી વડોદરા, આણંદ, ખેડા જિલ્લાના સાવલી, ડેસર ઠસરા અને ઉમરેઠના લોકોને સિંચાઈ, જળસંગ્રહ અને ભૂગર્ભ જળ સ્તરમાં વધારો કરવામાં ફાયદો થશે.

Advertisement

મંત્રી એ ગુજરાતમાં પાણી સંબંધિત વિવિધ યોજનાઓ શરૂ કરવા બદલ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનો ખાસ આભાર માન્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અને પાણીનો મહત્તમ સંગ્રહ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. તળાવો, ચેકડેમ, બોર અને કૂવા રિચાર્જ અને વીયર ઊંડા કરીને જમીનમાં પાણીના તળ ઉંચા લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

તેમણે સિંચાઈ અને જળ સંસાધન વિભાગને આપવામાં આવેલા બજેટમાં નાણાંકીય જોગવાઇની રકમ છ હજાર કરોડથી વધારીને દસ હજાર કરોડ જેટલી કરવામાં આવી  હોવાનું તેમણે જણાવ્યું હતું અને વિવિધ સિંચાઈ યોજનાઓના અમલીકરણમાં મદદ કરતી રકમમાં વધારો કરવા બદલ તેમણે મુખ્યમંત્રીનો ખાસ આભાર માન્યો હતો.

Advertisement

ધારાસભ્ય  કેતનભાઈ ઇનામદારે જણાવ્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. સાવલી અને ડેસર વિસ્તારના લોકોની લાગણી સ્વીકારી તેમણે વિયર બનાવવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત મંજુસરમાં કામદાર રાજ્ય વીમા હોસ્પિટલ અને સાવલીમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની પણ મુખ્યમંત્રી એ મંજૂરી આપી હતી. હવે મહી નદીમાં વિયર બનતા સાવલી, ડેસર, ઉમરેઠ અને ઠાસરાના ગામોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે સરળતા થશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!