Connect with us

Surat

સુરતમાં કૃષિ યુનિવર્સિટીએ યોજેલા પ્રદર્શનમાં 43 જાતની કેરી પ્રદર્શિત થઈ

Published

on

43 varieties of mangoes were exhibited at the exhibition organized by the Agricultural University in Surat

સુનિલ ગાંજાવાલા

વિશ્વમાં કેરીના ઉત્પાદનમાં ગુજરાત સૌથી ટોચ ઉપર અને કેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે જગવિખ્યાત છે

Advertisement

નાયબ બાગાયત નિયામક કચેરી-સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના સંયુક્ત ઉપક્રમે અઠવાની પનાસ સ્થિત અસ્પી શકીલમ બાયોટેક્નોલોજી કોલેજ ખાતે એક દિવસીય કેરી પ્રદર્શન અને ફરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો હતો. જેમાં ૪૩થી વધુ જાતની આંબાની કેરી પ્રદર્શિત કરાઈ હતી, તેમજ ૯ વિદેશી જાતની કેરી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કેરી પ્રદર્શનમાં રાજ્યના ૮૩ ખેડૂતોએ ૯૮ થી વધુ કેરીના વિવિધ જાતોના નમૂનાઓ પ્રદર્શિત કર્યા હતા, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદગી પામેલા ખેડૂત ઉત્પાદકોને શ્રેષ્ઠ જાતની કેરી પકવવા બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલિયાએ કહ્યું કે, ફળનો રાજા એટલે કેરી, તેના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે. વિશેષત: રાજ્યની કેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે જગવિખ્યાત છે. 22 વર્ષ પહેલાં વર્ષ 2001માં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા હાફૂસ અને બનેસાન કેરીનું ક્રોસ બ્રિડીંગ કરીને ‘સોનપરી’ નામની નવી કેરીની જાતનું સંશોધન કર્યું હતું. તેની આજે વિશ્વમાં ઘણી માગ છે. ખેડૂતોએ કેરીના બગીચાઓનું સંવર્ધન અને ઉછેર સમયે કાળજી રાખવા ઉપરાંત સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે.

43 varieties of mangoes were exhibited at the exhibition organized by the Agricultural University in Surat

નવસારી યુનિવર્સિટીના આસિ.પ્રોફેસર ડો.બી.એમ.ટંડેલે ક્લાઈમેટ ચેન્જને કારણે આંબાની વાડી ધરાવતા ખેડૂતો સામેના પડકારોને વર્ણવતા કહ્યું કે, આંબાના વાવેતર અને ફ્લાવરથી લઈને કેરીના પાક સુધી રાખવામાં આવતી તકેદારી વધારવી જરૂરી છે. હવે કેરીનું સારુ ઉત્પાદન જોઈએ તો ખેડૂકોએ બેગિંગ(કેરીના મોર આવે ત્યારબાદ દરેક કેરી ઉપર કાગળની થેલી બાંધવી) કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે.પ્રદર્શનમાં વિદેશી નવ જાતની કેરી જેમાં કેસિન્ગટન, લીલી, ટોમી એટકીન્સ, ઈઝરાઈલ હાઈબ્રીડ, કેઈટ, પાલ્મર, કિંગફોન, માયા અને ઓસ્ટીન આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત સોનપરી પણ મુખ્ય આકર્ષણ રહી હતી.

Advertisement
error: Content is protected !!