Connect with us

Chhota Udepur

મમતા અભિયાન કેમ્પમાં ૪૪૭ સગર્ભા માતાઓની નિઃશુલ્ક તપાસ કરાઇ

Published

on

447 pregnant mothers were examined free of cost in the Mamta campaign camp

પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેતપુર તાલુકામાં કદવાલ ગામે યોજાયેલ મમતા અભિયાન કેમ્પમાં ૪૪૭ જેટલી સગર્ભા માતાઓને નિષ્ણાંત તબીબો બોલાવી નીઃશુલ્ક કેમ્પ યોજી વિવિધ સારવાર આપવામાં આવી હતી.
પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિકાસ રંજનના જણાવ્યા મુજબ પાવીજેતપુર તાલુકાના કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિરામય ગુજરાત અંતર્ગત મમતા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બારની ૯૩, ડુંગરવાંટ કેન્દ્રની ૧૦૩, ખટાશ કેન્દ્ર ની ૧૫૦, અને મુવાડા કેન્દ્ર ની ૧૦૧ મળી કુલ ૪૪૭ જેટલી સગર્ભા માતાઓને અંતરિયાળ ગામડાઓમાંથી ૧૦૮ એમ્બ્યુલન્સથી કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ધીરજ હોસ્પિટલ વડોદરાના બાળરોગ, સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટરોને બોલાવી ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

447 pregnant mothers were examined free of cost in the Mamta campaign camp

કેમ્પમાં વાત્સલ્ય કાર્ડ બનાવીને બહેનોના લોહીની તપાસ જેવા કે સી.બી.સી., બ્લડ સુગર, કમળાની તપાસ, સિકલસેલ, થેલેસીમિયા અને યુરિન તપાસ કરી જરૂરી રસીકરણ કરવામાં આવી હતી. દાંત ની તપાસ તેમજ ક્ષય રોગ ( ટીબી ) ની ગળફાની તપાસ કરી સગર્ભા માતાઓને ૧૦૮ માં ફરીથી ઘરે મૂકવામાં આવ્યા હતા.
અંતરિયાળ ગામડાઓમાં સગર્ભા માતાઓને યોગ્ય માર્ગદર્શન ન મળતું હોવાના કારણે ઘણી વાર જાનહાનિ પણ થઈ જાય છે તેમજ મિસ ડિલિવરી થવાના પણ બનાવો બને છે. ત્યારે આવી ઘટનાઓ ન ઘટે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખાના આરસીએચઓ ડોક્ટર છારીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર વિકાસ રંજન દ્વારા કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાર, ડુંગરવાટ, કદવાલ, ખટાશ, અને મુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતી સગર્ભા માતાઓને મમતા અભિયાન કેમ્પ યોજી નિષ્ણાંત તબીબોને બોલાવી અગમચેતી વાપરી જરૂરી લોહી તપાસ કરાવી રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સમયે કદવાલ વિસ્તારના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!