Ahmedabad
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હીનો ૪૬ મો પાટોત્સવ ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હીનો ૪૬ મા પાટોત્સવ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડશોપચારથી પૂજન, અર્ચન શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણ, શોભાયાત્રા, ભકિત સંધ્યા, અન્નકૂટ, આરતી વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમો યોજાયા હતા.
દેશના વરિષ્ઠ ઉધોગપતિ અને ટાટા જુથના મોભી રતનટાટાનું નિધન થતાં તેઓશ્રીના આત્માને શાંતિ મળે તે માટે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પ્રાર્થના કરાઈ હતી. પારસી પરિવારમાંથી આવતા રતનટાટાએ પારિવારિક સામ્રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવ્યું છે. કરોડો, અબજો નહિ પણ ખર્વો રૂપિયાનું લોક કલ્યાણ માટે તેઓશ્રીએ ભારત રાષ્ટ્ર માટે દાન કર્યુ છે.
પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્યે જીવનમાં સ્નેહ સંપથી વર્તવું, મનુષ્યે વ્યસનોની તિલાંજલિ આપવી. સુસંસ્કારથી માનવ જીવન મહેંકી ઊઠે છે. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, મહંત ધર્મનંદનદાસજી સ્વામી, મહંત દિવ્યવિભુષણદાસજી સ્વામી, ઉપ મહંત સંત શિરોમણી શ્રી સચ્ચિદાનંદદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી શરણાગતવત્સલદાસજી સ્વામી વિગેરે સંતમંડળ, મહાનુભાવો તેમજ હરિભક્તોનો મોટો સમુહ ઉપસ્થિત રહ્યા હતા.