Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લામાં ૪૮૯૮૩ બેગ યુરિયા ખાતરનો જથ્થો પ્રમાણમાં મળી રહેશે

Published

on

48983-bags-of-urea-fertilizer-will-be-available-in-chotaudepur-district

પ્રતિનિધિ, કાજર બારીયા

નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં ૪૮,૯૮૩ બેગ યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોઇ, રવિ પાક લેતા ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે એમ જણાવ્યું છે.

Advertisement

છોટાઉદપુર જિલ્લાના ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે. ખરીફ પાકો જેવા કે, કપાસ, દિવેલા તેમજ રવિ પાક ઘઉંમાં નાઇટ્રોજન તત્વ માટે ખેડૂતો દ્વારા પૂર્તિ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ જિલ્લામાં ૪૮૯૮૩ બેગ યુરિયા ખાતર, ૨૦૬૦૨ બેગ ડી.એ.પી.ખાતર, ૯૪૫૫ બેગ મ્યુરેટ ઓફ પોટાશ, ૨૨,૭૫૧ બેગ એન.પી.કે તથા ૧૨,૩૭૬ બેગ એસ.એસ.પી ખાતર મળી કુલ ૧,૮૧,૧૨૫ બેગ ખાતર ખેડૂતો માટે ઉપલબ્ધ છે. જિલ્લામાં યુરિયા ખાતર તેમજ અન્ય તમામ ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઇફકો કંપની રેક દ્વારા જિલ્લામાં ૧૨૦૦ થી ૧૪૦૦ મેટ્રિક ટન એટલે કે, ૨૬,૦૦૦ થી ૩૦,૦૦૦ બેગ જેટલો યુરિયા ખાતરનો જથ્થો આગામી બે દિવસમાં ઉપલબ્ધ થશે તથા આગામી દિવસોમાં જી.એન.એફ.સી તથા જી.એફ. એસ.સી કંપની પણ રેક દ્વારા જિલ્લામાં યુરિયા તેમજ અન્ય ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવનાર છે.

રાજય સરકારના સમયસર અને આગોતરા આયોજનને કારણે છોટાઉદેપુર જિલ્લામાં રવિ ઋતુ દરમિયાન તમામ ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ થશે તથા ખાતરની કોઇ તંગી વર્તાશે નહીં જેથી જિલ્લાના ખેડૂતોને સમયસર ખાતર મળી જશે. નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), છોટાઉદેપુરે જિલ્લાના ખેડૂતોને ખાતર અંગે ચિંતા નહીં કરવા માટે અનુરોધ કર્યો છે. વધુમાં તેમણે જિલ્લાના ખેડૂતોને નાઇટ્રોજન તત્વ માટે યુરિયા ખાતર સિવાય અન્ય સ્રોત જેવા કે, જૈવિક ખાતરો, સેન્દ્રિય ખાતરો તેમજ નેનો યુરિયાનો ઉપયોગ કરવા માટે પણ ખાસ અનુરોધ કર્યો છે

Advertisement
error: Content is protected !!