Uncategorized
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૫.૭૯ કરોડના કામોનું જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાત મુહૂર્ત
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૪
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૫.૭૯ કરોડના ખર્ચે ૫ જેટલા રસ્તા-પુલના વિકાસના કામોનું ખાત મુહુર્ત કરતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. જેમાં કવાંટ તાલુકામાં દેવત (બસ સ્ટેશન ફળિયા ) રીસરફેસિંગ ની કામગીરી, આડતિયા બિલદા ગામે રીસરફેસિંગ ની કામગીરી, વજેપુર ગામે રીસરફેસિંગ ની કામગીરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે રૂ.૫.૭૯ કરોડનાં કામોનો પ્રારંભ શ્રીફળ વધેરી કરવામાં આવતા સ્થનિકોની લાંબા સમયની માંગનું નિરાકરણ આવતા ખુશી ફેલાય જવા પામી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, છોટાઉદેપુર એ.પી.એમ.સી ના ચેરમેન મુકેશભાઈ પટેલ,
જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા, આગેવાન વિજયભાઈ, સરપંચ સુકેશ ભાઈ વગેરે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં