Gujarat

પાટણમાં મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ ઝડપાયા.

Published

on

પાટણ શહેર સહીત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે મહિનાની અંદર વિવિધ પોલીસ મથકો પર નોંધાયેલા મોબાઈલ ચોરીના બનાવોને ઉકેલવા જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પાટણ એલસીબી પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ ની ટીમે ચક્રો ગતિમાન બનાવતા પોલીસને સફળતા પ્રાપ્ત થાય છે ઉપરોક્ત ટીમ દ્વારા પાંચ મોબાઇલ ચોરીના ગુના ડિટેઇન કરી અંદાજિત 33 જેટલા મોબાઈલ જપ્ત કરી અરજદારોને પરત કરવામાં આવ્યા.

પાટણ શહેર અને જીલ્લામાં ચોરી અને ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તથા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા પાટણ જિલ્લા પોલીસવડા ની સુચના અંતર્ગત પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ સતત કાર્યશીલ રહી ટેકનીકલ એનાલીસીસ કરી પાંચ જેટલા ગુના ડિટેઇન કરી અરજદારોના મોબાઇલ નંગ-33 જેની આશરે કુલ કિ.રૂ.6,10,000/- ની રકમના શોધી કાઢી સફળતા હાંસલ કરી હોય જે ને જિલ્લા પોલીસ વડા એ સરાહનીય લેખાવી ચોરી અને ગુમ થયેલ મોબાઇલ ને અરજદારોને જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે બોલાવી પરત આપતા અરજદારોએ પોલીસની કામગીરી ને સરાહનીય ગણાવી હતી.

Advertisement

પાટણ સીટી એ ડીવી.,બી ડીવી. રાધનપુર તથા સિધ્ધપુર પો.સ્ટે ખાતે મોબાઇલ ચોરીના કુલ-5 ગુન્હા દાખલ થયેલ હોઇ જે અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી કુલ-5 આરોપીઓ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા પકડી આગળની કાયદેસરની કાર્યવાહી પાટણ પોલીસ દ્વારા કરવામા આવેલ છે.

મોબાઇલ ચોરી મા પકડાયેલ આરોપીઓમાં રઝાકખાન અમીરખાન મલેક રહે જીવરાણી વાસ, વારાહી, તા.સાંતલપુર જી.પાટણ, દશરથભાઇ જેઠાભાઇ પરમાર રહે. લાલપુર તા.સિધ્ધપુર જી પાટણ, નાગેન્દ્રકુમાર ઉત્તમલાલ પ્રજાપતિ રહે. વેરાઇચકલા પાટણ, આશીષ મંગાજી ઠાકોર રહે.વ્રજધામ-ર સોસાયટી,એકલવ્ય સ્કુલની બાજુમાં તા.જી.પાટણ અને ચેનજીજી પોપટજી ઠાકોર રહે.લાખડપ, તા.સરસ્વતી જી.પાટણ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version