Chhota Udepur
તેજગઢ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા ૨૪ કલાકમાં ૫ સફળ ડીલેવરી કરાવામાં આવી

છોટા ઉદેપુર જિલ્લાની તેજગઢ સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાક દરમિયાન કુલ ૫ સફળ ડિલિવરી કરાવવામાં આવી. તેજગઢ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ડૉ. આશિષ રાઠવા, ડૉ. વિઠ્ઠલ રાઠવા અને ડૉ. તસ્મિયાબેન સમોલ આદિવાસી વિસ્તારમાં ખૂબ સારી સેવા આપી રહ્યા છે. આ હોસ્પિટલ માં આવા મેડિકલ ઓફીસર અને અનુભવી નર્સિંગ સ્ટાફ ના સહયોગથી દર્દી ને નોર્મલ ડિલિવરી કરાવવામાં આવે છે. જેના કારણે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે થતાં ખર્ચમાંથી મુક્તિ મળી રહી છે.જેના માટે લોકો સ્ટાફની કામગીરી બિરદાવી રહ્યા છે.
તેજગઢ સામુહીક આરોગ્ય કેન્દ્ર ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પરિમલ બારીઆના જણાવ્યા અનુસાર હોસ્પિટલ માં સગર્ભા સ્ત્રીઓને સગર્ભા અવસ્થા દમિયાન હોસ્પિટલ માં દર સોમવારે ANC ચેક અપ કરવામાં આવે છે. જેમાં ડૉકટર દ્વારા ચેકઅપ, દવાઓ, પ્રોટીન પાઉડર,લેબોરેટરી તપાસ નિયમિત રીતે કરવાથી દર્દી અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે એક વિશ્વાસનો સેતુ બંધાયો છે. જેના કારણે હોસ્પિટલ માં ડિલિવરી સંખ્યા પણ વધી રહી છે. ઑગસ્ટ મહિનામાં આ હોસ્પિટલ માં કુલ ૨૨ ડિલિવરી કરાવવામાં આવી છે. હોસ્પિટલ માં દર્દી ને આવા જવા માટે વાહનની સુવિધા પણ આપવામાં આવે છે. પ્રસુતા માતા ને હોસ્પિટલ માં દાખલ હોય એ દરમિયાન બે ટાઇમ જમવાનું જેમાં દાળ ભાત શાક રોટલી અને શીરો આપવામાં આવે છે.