Panchmahal
ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ધીરાણ મંડળીની 56 મી વાર્ષિક સામાન્ય સભા
(અવધ એક્સપ્રેસ)
ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ધીરાણ મંડળીની 56 મી વાર્ષિક સામાન્ય સભા ઘોઘંબા APMC હૉલમા ચેરમેન હિંમતસિંહ કે.રાઠવાના પ્રમુખસ્થાને યોજાઇ. સભામાં ગત્ 55 મી વાર્ષિક સભા અને ખાસ સામાન્ય સભાના પ્રોસીડીગ વંચાણે લેવાયા જેને સવૉનુમતે બહાલી આપી. સને 2022-23 ના સરવૈયા,નફા નુકશાન,નફા વહેંચણી ને મંજૂરી આપી.મંડળીએ રૂ.11,78,302/- ( અગિયાર લાખ ઇઠયોતેર હજાર ઉપરાંત) નો ચોખ્ખો નફો કરી પંદર ટકા શૅર ડિવિડન્ડ ની જાહેરાત કરી.
સભાસદ કલ્યાણ સમિતિમાં નવ સભ્યોની વરણી કરવામાં આવી જેમાં ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, રંગીતસિહ પટેલિયા, કિરણસિંહ જાદવ, દલપતસિહ પરમાર, લખમણભાઇ નાયક, પ્રદિપસિંહ સોલંકી, ગુણવંત પરમાર, ગલાભાઇ બારીઆ, મહેન્દ્રભાઈ બારીઆ.બે આંતરિક ઑડીટરો તરીકે પિયુષભાઈ ડી.પટેલ ધોઘંબા તાલુકા શાળા અને ચીમનભાઇ વી.પટેલ દેવલીકૂવા શાળા ની સર્વસંમતિથી વરણી કરવામાં આવી.મંડળી પેટાકાયદા સુધારા વધારા હુકમ ની વિસ્તૃત માહિતી મંત્રી વાસુદેવ સી.પંચાલ દ્વારા આપવામાં આવી.ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળા બાલિકાઓએ સ્વાગત ગીત, પ્રાર્થના રજૂ કરી તેઓને શૈક્ષણિક કીટસ આપવામાં આવી.અંતમા આભાર વિધિ વા.ચેરમેન નેવસિગ રાઠવાએ કરી સભા વિસર્જન કરી.