Gujarat

ગોધરામાંથી ઝડપાયા IS ખોરાસાન સાથે જોડાયેલા 6 શકમંદ, ગુજરાત ATSએ કર્યું મોટું ઓપરેશન

Published

on

ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા 6 શકમંદોની ગોધરામાંથી ધરપકડ કરી છે. આ 6 લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ 6 લોકોની ગોધરામાંથી અટકાયત કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. ગુજરાત ATSને રાષ્ટ્રીય તપાસ એજન્સી અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો પાસેથી બાતમી મળી હતી કે ISKP સાથે સંકળાયેલા લોકો ગોધરામાં સક્રિય છે. આ ઈનપુટના આધારે ગુજરાત ATSએ સર્ચ ઓપરેશન હાથ ધરી શકમંદોની અટકાયત કરી હતી.

ઓપરેશન દરમિયાન 6 વ્યક્તિઓની અટકાયત કરીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 5 વ્યક્તિઓની હાલ પૂછપરછ ચાલી રહી છે. મામલાની માહિતી આપતા ડીઆઈજી દીપેન ભદ્રને કહ્યું કે આ મામલે ઈનપુટ મળ્યા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હવે આ શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગોધરામાં ધરપકડ પોરબંદર અને સુરતમાં અગાઉ શંકાસ્પદોની ધરપકડ બાદ કરવામાં આવી છે.

Advertisement

આના બે દિવસ પહેલા NIAએ ધરપકડ કરાયેલા 5 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ લોકોની કથિત રીતે ISKP સાથે સંકળાયેલા હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાઝિમ શાહ, સુમેરા બાનો અને ઝુબેર સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમના પર આતંકવાદી પ્રવૃતિઓ અને તેની તાલીમ માટે ગેરકાયદેસર રીતે પોરબંદરથી ઈરાન થઈને અફઘાનિસ્તાન જવાનો આરોપ છે.

Advertisement

Trending

Exit mobile version