Gujarat
સિદ્ધપુર APMCમાં 6 વર્ષે વહીવટદાર શાસનનો અંત : ભાજપે સત્તા સંભાળી.
સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ભાજપ ની પેનલ ચૂંટાઈ આવતા શનિવારે માર્કેટયાર્ડ ના ચેરમેન અને વા.ચેરમેન ની નવ નિયુક્તિ કરાઈ હતી જેમા ચેરમેન તરીકે વિષ્ણુભાઈ શિવરામભાઈ પટેલ અને વા.ચેરમેન બાબુભાઈ ઇશ્વરભાઈ પટેલ ની નિયુક્તિ કરાઈ હતી.
સિધ્ધપુર APMC માં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં તમામ 16 ડિરેક્ટરો ભાજપના ચૂંટાઈ આવ્યા હતા જે બાદ શનિવારે સવારે એપીએમસી ખાતે નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે ખેડૂત વિભાગમાંથી ચૂંટાઈ આવેલા વિષ્ણુભાઈ શિવરામભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે વેપારી વિભાગમાંથી ચૂંટાઈ આવેલા બાબુલાલ ઈશ્વરલાલ પટેલની વરણી કરવામાં આવી હતી.
એપીએમસીના ચૂંટાયેલા 16 તેમજ નગરપાલિકાના પ્રતિનિધિ સહિતના તમામ ડિરેક્ટરોએ નવીન હોદ્દેદારોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. જયારે ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સિદ્ધપુરના નવનિયુકત ચેરમેન વિષ્ણુભાઇ પટેલ , વાઇસ ચેરમેન બાબુભાઈ પટેલ તથા ડીરેકટરઓના પદગ્રહણ અને અભિવાદન સમારોહ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા.અને નવનિયુકત ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ સર્વે ડિરેક્ટરોને શુભકામના સહ શુભેચ્છા પાઠવી હતી.