Surat
સુરત લાઈવ ગેમ્સમાં કલર સેટ કરી ઓનલાઈન જુગાર રમતા 7 પકડાયા

સુનિલ ગાંજાવાલા
સુરત માં ઉતરાણનાં સીસીલિયા શોપિંગ સેન્ટર પાસે ઓનલાઇન જુગાર રમતા 7 યુવાનોને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તમામ યુવાનો લાઈવ ગેમ્સમાં કલર સેટ કરી ઓનલાઇન જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 7 મોબાઈલ અને રોકડ મળી કુલ 93 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Danibel.jewellery નામની એપમાં જઈ ઓનલાઇન જુગાર રમતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ઉત્રાણ પોલીસે સાતેય લોકોની ધરપકડ કરી આગળ ની તપાસ કરી રહી છે.