Panchmahal
ઘોઘંબાની ત્રણ પંચાયતમાં 7 વર્ષમાં જ મનરેગાના કામોમાં 70 લાખનું કૌભાંડ
ઘોઘંબા પંથકના જોરાપુરા(વાં), માલુ તથા પાંલ્લા પંચાયતમાં 2008 થી 2014 સુધીના મનરેગાના કામોના એક જ કુંટુંબના એક કરતાં વધુ વ્યક્તિઓના જોબકાર્ડ બનાવીને લાખો રુપિયાની ચુકવણી કરીને સરકારી તિજોરીને લાખો રૂપિયાન નુ કસાન કર્યાની ફરીયાદ દોઢ વર્ષ બાદ નોધવાની તજવીજ હાથ ધરી છે પાલ્લા, માલુ તથા જોરાપરા (વાંગરવા) પંચાયતના 2008 થી 2014 દરમ્યાન મનરેગાના કામોમાં ડબલ આઇડીવાળા જોબકાર્ડથી 100 દિવસથી વધુદિવસની રોજગારી ચુકવ્યાની તપાસ ગ્રામ વિકાસ એજન્સીની ટીમ દ્વારા કરી હતી. ઘોઘંબાની 3 મનરેગાના કામોની તપાસ કરતાં 100 દિવસ કરતાં વધુદિવસની રોજગારી આપી છેતરપીંડી કરી સરકારને નકસાન પહોચડ્યું છેં. જોબકાર્ડ એક કુંટુબના એકથી વધુ ને જોબકાર્ડ બનાવી આપ્યા હતા. જેથી ડબલ આઇડીવાળા જોબકાર્ડથી લાખો રૂપિયા ચુકવી ને ગેરરિતી આચરી હતી . જોરાપુરા(વાં) માં ડબલ આઇડીવાળા 721 જોબકાર્ડ પર રૂા.28,84,598 વધુ રકમ તથા માલુમા 779 જોબકાર્ડથી રૂા.38,26,645 વધુચુકવી દીધા હતા.
તેમજ પાલ્લા માં 100 દિવસ કરતાં વધુ રોજગારી આપીને સરકારને નુકસાન કર્યુ હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું. તપાસમાં તત્કાલિન ટીડીઓ, સરપંચ, તલાટી, ગ્રામ સેવક, જીઆરએસ સહીતના ને જવાબદાર ઠેરવીને તેઓની સામે પોલીસ ફરીયાદ કરવા નવેમ્બર 2021માં ડીડીઓએ ઘોઘંબા ડીડીઓને હુકમ કર્યો હતો. હુકમ થયાને દોઢ વર્ષ બાદ ટીડીઓને કડક નોટીસ ફટકારીને ફરીયાદ નોધવા આદેશ કરતાં હાલના ટીડીઓ દ્વારા દામાવાવ પોલીસ મથકે ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે. એક પંચાયત દીઠ 25 ની સંડોવણી ઘોઘંબાની 3 પંચાયતમાં જોબકાર્ડથી વધુ સરકારી નાણા ચુકવીને ગેરરીતી કરનાર તત્કાલીન ટીડીઓ, તલાટીઓ, ગ્રામસેવક, જીઆરએસ, અમઇ, એપીઓ, આસી વર્કસ મેનેજર, ટીએ, એમઆઇએમ, આંકડા સહાયક સહીત ને જવાબદાર ઠેરવ્યા છે. એક ગ્રામ પંચાયત દીઠ 25 જેટલા સરપંચો આઉટસોર્સીંગ કર્મી, સરકારી કર્મીઓ તથા અધીકારીઓ સામે ફરીયાદ નોંધવાનો હુકમ થતાં દામાવાવ પોલીસ મથકે ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે. લાખો રુપિયાનું ચુકવણું કરીને સરકારને આર્થીક નુકસાન કર્યુ છે જારાપરા(વાં), પાલલા તથા માલ પંચાયતમાં 2008 થી 2014 દરમ્યાન મનરેગાના કામોમાં ડબલ આઇડીવાળા જોબકાર્ડ થી લાખો રુપિયાનું ચુકવણું કરીને સરકારને આર્થીક નકસાન કરેલ હોવાની ફરીયાદ નોધાવવા ઘોઘંબા ટીડીઓને કારણદર્શક નોટીસ આપી હતી. ઘોઘંબા ટીડીઓએ ગેરરીતીની ફરીયાદ નોધાવવા પોલીસ મથકે તજવીજ હાથ ધરી છે.