National
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7178 નવા કેસ, 65 હજારથી વધુ સક્રિય કેસ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના સાત હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. ભારતમાં હવે કોરોનાના 65,683 સક્રિય કેસ છે.
રવિવારે મહારાષ્ટ્રમાં 545 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચેપને કારણે બે લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નવા કેસ આવ્યા બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 81,61,894 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 1,48,504 પર પહોંચી ગયો છે. એક દિવસ પહેલા, રાજ્યમાં 850 નવા કેસ નોંધાયા હતા અને ચાર લોકોના કોરોના ચેપને કારણે મૃત્યુ થયા હતા.
મુંબઈમાં 141 નવા કેસ નોંધાયા હતા, જ્યારે એકનું મોત થયું હતું અને બીજાનું રત્નીગીરીમાં મોત થયું હતું. મહારાષ્ટ્રમાં મૃત્યુ દર 1.81 છે. છેલ્લા 24 કલાકમાં કુલ 655 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.