Chhota Udepur
ગ્રીન ગુજરાત,ક્લીન ગુજરાત અંતર્ગત છોટાઉદેપુર ખાતે ૭૪મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આજ રોજ છોટાઉદેપુરના સંખેડા તાલુકાના પીપળસટ ગામે બરોડા પબ્લિક સ્કૂલના મેદાનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં ૭૪મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. જેમાં અતિથી વિશેષ તરીકે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ હાજર રહી પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ.
આ વન મહોત્સવમાં ગાંધીનગરની ગીર ફાઉન્ડેશનના નિયામક આર. કે. સુગુર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમને પર્યાવરણના મહત્વ વિશે ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોને સમજ આપી હતી. ધારાસભ્ય અભેસિંહ તડવી તરફથી સરકાર દ્વારા પર્યાવરણ ક્ષેત્રે કરાયેલા કાર્યોને યાદ કરાયા હતા તેમજ ‘વાવશે ગુજરાત, જીવશે ગુજરાત’ને લોકોએ કર્તવ્ય તરીકે અપનાવવુ જોઈએ તેમ જણાવ્યુ હતુ. તથા જિલ્લા પંચાયતનાં પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જન્મદિવસ નિમિતે તેમજ ખુશીનાં પ્રસંગે ૫ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરાવાયો હતો.
તેમજ પર્યાવરણ ક્ષેત્રે અગ્રેસર ખેડૂતોને પ્રશસ્તી પત્રો, મેડલ તેમજ ચેકનું વિતરણ કરાયું હતુ. આ પ્રસંગે છોટાઉદેપુરનાં વન વિભાગનાં અધિકારીઓને પર્યાવરણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ પ્રશસ્તિ પત્ર અને મેડલ અપાયા હતા.
આ કર્યક્રમનું આયોજન નાયબ વન સંરક્ષક વી.એમ.દેસાઈ અને તેમની ટીમ દ્વારા સફળતા પૂર્વક કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સંખેડાના તાલુકા પંચાયતનાં પ્રમુખ, અન્ય પદાધિકારીઓ તથા ખેડૂતો , મામલતદાર સંખેડા, તાલુકા વિકાસ અધિકારી સંખેડા, અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અંતમાં વન વિભાગનાં અધિકારી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. અને કાર્યક્રમનાં અંતમાં દરેક લોકોને રોપાઓનું વિતરણ પણ કરાયુ હતું