Panchmahal
ઘોઘંબા તાલુકામાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ઘોઘંબા તાલુકામાં આજરોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારી કચેરીઑ તથા શિક્ષણ સંસ્થાઓમાં કરવામાં આવી હતી ઘોઘંબા તાલુકા કક્ષાની ઉજવણી મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી.

ઘોઘંબા મામલતદાર બી.એમ.જોષી ના હસ્તે ધ્વાજારોહણ કરવામાં આવ્યું હતુ ઘોઘંબા તાલુકામાં આવેલી સરકારી કચેરી જેવીકે મામલતદાર,તાલુકા પંચાયત, રેન્જ ફોરેસ્ટ ઓફિસ માં આરએફઓ સરલા બહેન કટારા ના હસ્તે,
ઘોઘંબા ગ્રામપંચાયત ખાતે સરપંચ નીલેશ ભાઈ વરીયા,રાજગઢ પોલીસ સ્ટેશન, તાલુકા પ્રાથમિક શાળા, નાલંદા વિધ્યાલય, સંસ્કાર વિધ્યાલય તથા અન્ય તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓમા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી