Vadodara
સજવા જિલ્લા પંચાયતના પાણીબાર પ્રાથમિક શાળા ખાતે આનંદ અને ઉલ્લાસ પૂર્વક ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
આજરોજ ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સજવા જિલ્લા પંચાયતના પાણીબાર પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યું હતું. સદીઓથી ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલી આપની જનની જન્મભૂમિ ૧૯૪૭માં બ્રિટિશ હુકૂમત થી આઝાદી મળી અને એ આઝાદીના સંગ્રામમાં મંગલ પાંડે થી લઇ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવા દેશના વીર સપૂતો એ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
જેને યાદ કરી આજના ૭૪માં પ્રજાસત્તાક દિન ના પાવન પર્વે સમગ્ર દેશવાસીઓએ ઉજવણી કરી હતી. પ્રોગ્રામમાં ઉપસ્થિત ૧૩૮ વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તેમજ ગોવિંદભાઈ રાઠવા તેમજ પાવીજેતપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા તેમજ કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ રાઠવા તેમજ પાવીજેતપુર મામલતદાર સાહેબ તેમજ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વન વિભાગ તેમજ શિક્ષણ જગતના સૌ કર્મચારી શિક્ષક સ્કૂલના બાળકો આચાર્ય શિક્ષક પાણીબાર ગામના સૌ આગેવાનો ગામના વડીલો મુખ્ય મહેમાન તરીકે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.