Panchmahal
પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 75 શાળાનો વિજ્ઞાન મેળો યોજાયો
હાલોલ ના પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા તાલુકાની 75 શાળાનો વિજ્ઞાન મેળો હાલોલ જીઆઈડીસી ખાતે આવેલ સરકારી મોડેલ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં હાલોલ તાલુકા સહિત શહેર માંથી કુલ ૭૫ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાં જેપુરા પ્રાથમિક શાળા ના ગણિત વિજ્ઞાન શિક્ષક અર્ચનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોએ લર્નિંગ કવીઝ બોર્ડ બનાવેલ જે મોડેલમાં વિદ્યાર્થીઓ રમતાં રમતાં શીખે છે.
આ મોડેલ ઇલેક્ટ્રિકસિટીના સિદ્ધાંત પર કાર્ય કરે છે.જેમાં જો જવાબ સાચો હોયતો બઝર વાગે છે અને જવાબ ખોટો હોય તો બઝર વાગતું નથી .આ મોડેલ દીપેશ રાઠોડ અને ધર્મેશ પરમારે નિર્માણ કર્યું હતું .આ કૃતિ ને પોલિકેબ કંપની પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા મૂલ્યાંકન કરી પ્રથમ નંબરે વિજેતા જાહેર કરવામાં આવેલ વિદ્યાર્થીઓને પોલીકેબ કંપનીના ડાયરેકટર રાકેશભાઈ તલાટી, ચિત્રા દવે મેડમ, નીરજ કુંદનાની તેમજ બીઆરસી કોર્ડીનેટરના ના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરાયા હતા.જ્યારે શાળાના આચાર્ય અતુલકુમાર પંચાલે તેમજ શાળા પરિવારે તથા smc તમામેં શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક અર્ચનાબેન પટેલને તેમજ બાળ વૈજ્ઞાનિકો ને અભિનંદન આપ્યા હતા.