Vadodara
સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માં 751 નવવિવાહિત યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા
સાવલી ધારાસભ્ય દ્વારા સંચાલિત તેવો ના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિરાટ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક વિરાટ આઠમાં સમૂહલગ્ન નું આયોજન કરાયું જેમાં 751 કન્યા ના કન્યાદાન કરાયું જેમાં મુખ્યમંત્રી, ભાજપા પ્રદેશઅધ્યક્ષ, ગૃહરાજ્યમંત્રી, સહિત ના મહાનુભાવો એ નવવિવાહિત જોડા ઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યાં હતાં
વડોદરા જિલ્લાના સાવલી 135 વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પ્રતિવર્ષે તેવો ના સ્વર્ગીય પિતા ના જન્મદિવસ ની ઉજવણી જન હિતાર્થે સેવકીય કાર્ય કરી ઉજવાય છે તેઓ ના નામે સંચાલિત મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્ન નું આયોજન કરાતું હોય છે તે અનુસંધાને આ વર્ષે પણ ઇનામદાર પરિવાર દ્વારા આઠમાં સર્વજ્ઞાતિ નિઃશુલ્ક વિરાટ સમૂહલગ્ન નું આયોજન કરાયું છે જેમા 751 નવવિવાહિત યુગલો એ પ્રભુતા માં પગલાં પાડી વિવાહિત જીવન ની શરૂઆત કરી હતી વહેલી સવાર થી ભારે ઉત્સાહ થી લગ્ન માણવા જંગી માનવમેહરામણ ઉમટી પડ્યું હતું ઇનામદાર પરિવારે કન્યાઓ ને કરિયાવળ અને આશીર્વાદ સાથે વિદાય કરી હતી જંગીજનમેદની તેમજ ખાણી પીણી ની તમામ વ્યવસ્થા કેતન ઇનામદાર ની ટીમ ના કાર્યકરો એ સુચારુ રૂપ સંભાળી હતી
આ નિઃશુલ્ક વિરાટ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ના પ્રસંગ ની શરૂઆત ધારાસભ્ય અને તેવો ના પત્ની અને ઇનામદાર પરિવાર સાથે બ્રહ્મલીન સ્વામીજી અને સ્વર્ગસ્થ પિતા ના આશીર્વાદ મેળવી કરાઈ હતી અને સાવલી ના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ ના મંદિરે થી વાજતેગાજતે વરઘોડા ની શરૂઆત કરી કેતન ફાર્મ વરરાજાઓ પહોંચ્યા હતાં નવવિવાહિત દંપતીઓ ને ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી આવી પોહચ્યા હતા અને નવયુગલો ને આશીર્વાદ આપી સભાસંબોધન કર્યુંહતું આ પ્રસંગે ભાજપા પ્રદેશઅધ્યક્ષ સી,આર,પાટીલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળ સાંસદ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં અને સોખડા હરિધામ ના પ્રતિનિધિઓ એ સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર આપી સેવાકીય કાર્ય ને બિરદાવ્યું હતું