Chhota Udepur
કદવાલ પોલીસ મથકે ૭૭ માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
૭૭ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કદવાલ પોલીસ મથક ખાતે દેશભક્તિના અનેરા માહોલ વચ્ચે આન બાન અને શાન થી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. સવારથી જ દેશ ભક્તિના ગીતો સાંભળવા મળતા હતા. જેમા કદવાલ પોલીસ મથકના પટાંગણમાં પી.એસ.આઇ કે.કે.સોલંકીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપ્યા બાદ ભારતની આઝાદીની સંધર્ષ ગાથાને યાદ કરી હતી.
સ્વતંત્રતાના સેનાનીઓના પુણ્યનામનું સ્મરણ કરતાં કહ્યું કે ગુલામીની જંઝીરોમાંથી મુક્ત કરાવવા માટે અનેક નરબંકાઓએ જબરજસ્ત સંઘર્ષ કર્યો હતો. જેના પરિણામે આજે આપણે આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે. આ કાર્યક્રમમાં કદવાલ પોલીસ મથકના જવાનો, હોમગાર્ડ, જીઆરડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા.