Kheda
પડાલ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષા ના ૭૭માં સ્વતંત્રતા દિનની ઉજવણી
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા કક્ષાના ૭૭માં સ્વતંત્રતા દિનની ઉજવણીનો કાર્યક્રમ પડાલ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.જે ગળતેશ્વર મામલતદાર સોહિણીબેન પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત સવારે ૯:૦૦ કલાકે રાષ્ટ્ધ્વજ ફરકાવી ત્યારબાદ સલામી આપી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં સૌપ્રથમ ગળતેશ્વર મામલતદાર દ્વારા કાર્યક્રમને લઈ ઉદબોધન કરવામાં આવ્યું હતું.
૭૭ માં સ્વતંત્રતાદિન નિમિત્તે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દેશ ભક્તિ અને રાષ્ટ્રગીતની થીમ ઉપર બાળકોએ સ્ટેજ ઉપર આવી પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું સ્વતંત્રતા દિન નિમિત્તે કાર્યક્રમ અધ્યક્ષ સ્થાને સોહિણીબેન પટેલ (ગળતેશ્વર મામલતદાર), અરવિંદ પ્રજાપતિ(ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારી) , એમ.એચ.રાવલ (પી.એસ.આઇ – ગળતેશ્વર), જે.એમ.નલવાયા (એમ.જી.વી.સી.એલ, નાયબ કાર્યપાલક ઈજનેર- ગળતેશ્વર) તથા પોલીસ સ્ટાફ, મહેમાનો તથા શાળાના શિક્ષકો,બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર