Connect with us

Uncategorized

જબુગામ પ્રા.શાળાના ૧.૫૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૮ ઓરડાનું ખાત મુહુર્ત

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ, તા.૧૩

Advertisement

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહજી પરમાર દ્વારા બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૮ ઓરડાઓનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ ક્ષેત્રે ‘કન્યા કેળવણી’ અને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ થકી ખુબ મોટું અભિયાન ઉપાડ્યું હતું. જેના પરિણામે આજે ડ્રોપ આઉટ રેસીયો મોટા પાયે ઘટાડો થયો છે. ૨૦૪૭ના વિકસિત ભારતના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગળ વધી રહ્યા છે. જેમાં આજે જબુગામ પ્રાથમિક શાળામાં ૮ ઓરડાઓ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. વિદ્યાના મંદિરમાં બાળકો અભ્યાસ કરશે જેઓ ભવિષ્યમાં ડોકટર, વકીલ બનશે અને દેશના સારા નાગરિક તૈયાર થશે એમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

ઉલ્લેખનીય છે કે સમગ્ર શિક્ષા છોટાઉદેપુર જિલ્લામાં ૮૦ શાળાઓમાં ૩૩૧ ઓરડાઓ બનાવવા માટેનો વર્ક ઓર્ડર સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે, જેમાં ૧૯૫ ઓરડા પૂર્ણ થયેલ છે અને ૧૩૬ ઓરડાઓ પ્રગતિ હેઠળ છે સમગ્ર શિક્ષા અંતર્ગત ૧૭ પ્રાથમિક શાળાઓના ૫૧ ઓર્ડર બનાવવા માટેનો વર્ક ઓર્ડર ટૂંક સમયમાં આપવામાં આવનાર છે. સમગ્ર શિક્ષા અંતર્ગત ૩૦૦ પ્રાથમિક શાળાઓના ૭૦૧ ઓરડા ટેન્ડર પ્રક્રિયામાં છે.

આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જેતપુરપાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, બોડેલી તા. પંચાયત પ્રમુખ શીતલકુંવરબા મહારાઉલ, જિ.શિક્ષણ સમિતિ અધ્યક્ષ સંજયભાઈ રાઠવા, જબુગામના સરપંચ શીતલબેન ડી.રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પરમાર, જિ. શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, શાળાના આચાર્ય અન્ય મહાનુભાવો, શાળાના બાળકો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!