Gujarat
શાળા પ્રવેશોત્સવ દરમિયાન પંચમહાલ જિલ્લામાં વિવિધ મહાનુભાવોના હસ્તે ૧૫ શાળાઓના ૮૧ ઓરડાઓનું લોકાર્પણ કરાયું

રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ ગોધરા તાલુકાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, કાલોલ તાલુકાના ધારાસભ્યશ્રી ફતેસિંહજી ચૌહાણ,હાલોલ તાલુકાના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહજી પરમાર,મોરવા હડફ તાલુકાના ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર સહિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અરવિંદસિંહજી પરમાર તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ,સબંધિત શાળાઓના વિશાળ સંખ્યામાં ગ્રામજનો,એસએએમસી સભ્યોની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાની જુદા જુદા તાલુકાઓની કુલ ૧૫ શાળાઓના ૮૧ ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના મોરવા હડફ તાલુકામાં નાટાપુર, વેજમાં માતરીયા,સંતરોડ, ચાંદપુર,વેજમા અને ખાનપુર શાળાઓમાં ૪૭ ઓરડાઓનું લોકાર્પણ,ગોધરા તાલુકામાં અંબાલી,ઓરવાડા,ગોલ્લાવ, હરિજંબા અને ઉત્તર બોડીદ્રા પ્રાથમિક શાળાઓના ૧૮ ઓરડાનું લોકાર્પણ, કાલોલ તાલુકામાં બેઢિયા અને ગોલીબાર પ્રાથમિક શાળાઓના ૧૦ ઓરડા તથા ઘોઘંબા તાલુકાના મહાદેવિયા અને જોરાપુરા પ્રાથમિક શાળાઓના ૮ ઓરડાઓનું મહાનુભવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું.