Gujarat
આચાર્યશ્રી વલ્લભાચાર્યજી નુ 84 ફૂટ ઉંચુ સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
સમગ્ર વિશ્વમાં પ્રસરેલ પુષ્ટિમાર્ગના પ્રણેતા જગત ગુરુ આચાર્યશ્રી વલ્લભાચાર્ય દ્વારા પુષ્ટિ માર્ગને સતત વહેતો સજીવ અને વિશ્વમાં ક્રમાંકિત કરવાના આશય સાથે માત્ર 14 વર્ષની ઉંમરમાં ત્રણ ત્રણ પદયાત્રાઓ કરી પુષ્ટિ માર્ગની સેવા પદ્ધતિનો પ્રચાર અને પ્રસાર કરી પ્રભુ સન્મુખ અને પ્રભુ નજીક રહેવાના લક્ષણો સેવકોને સમજાવ્યા આવા પરમ પૂજ્ય જગતગુરુ આચાર્યશ્રી વલભાચાર્યજીની 84 ફૂટ ઊંચું સ્ટેચ્યુ ઓફ પુષ્ટિનું આયોજન વલ્લભ કુલ પરિવારના પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી કડી ના મહોદય શ્રી ના સાનિધ્યમાં વિશ્વનું પુષ્ટિધામ બનાવવા જઈ રહ્યા છે જેમાં 84 બેઠકની રજ લઈ આ પવિત્ર સ્ટેચ્યુનું નિર્માણ કરવામાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જાવ ત્યારે જગતગુરુ આચાર્યશ્રી વલ્લભાચાર્યની પુષ્ટિ સંપ્રદાયની સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ ની મુલાકાત લઇ દર્શન કરી ને જશો તમામ ધર્મોમાં પોતાની આગવી ઓળખ ધરાવતી કોઈને કોઈ ધાર્મિક સ્થાનક હોય છે
પરંતુ વૈષ્ણવ સંપ્રદાયમાં આવી ઓળખ ધરાવતી જાહેરમાં કોઈ સ્મૃતિ કે સ્થાનક ન હોવાથી વૈષ્ણવ સંપ્રદાયના પ્રચાર પ્રસાર તથા ઓળખને વધુ વેગ મળે તેવા સુંદર અને શુભ આશય સાથે કડી અમદાવાદના વલ્લભ પુલ પરિવારના પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલ ના પ્રયાસોથી જગતગુરુ આચાર્યશ્રી વલભાચાર્યજીની 84 ફૂટ ઊંચી મૂર્તિ બનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે તથા તથા તે માટેના કાર્યનો આરંભ કરવામાં આવ્યા નું તેઓના શ્રીમુખે જણાવ્યું હતું આ કાર્ય માટેના આર્કિટેક અને ઈજનેર પણ નક્કી કરી દેવામાં આવ્યા છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ આર્કિટેક અને ઈજનેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરી રહ્યા છે અને તેઓ દ્વારા આપણા આ કામ અંગેની સ્વીકૃતિ આપવામાં આવી છે પૂજ્ય આચાર્યશ્રી દ્વારા ૮૪ બેઠકની રજ લાવીને આ સ્થળનું નિર્માણ કરવામાં આવશે જેથી પ્રત્યેક દર્શનાર્થી ને 84 બેઠકના સાક્ષાત દર્શન કર્યાની અનુભૂતિ થશે આ સમાચારથી વૈષ્ણવ સમાજમાં અને પુષ્ટિ માર્ગમાં માનતા પુષ્ટિમાર્ગીય ભક્તો માં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે તથા સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ બડે તેટલું જલ્દી થાય તે માટેના પ્રયાસો હાથ પૂજ્યપાદ દ્વારા કરવામાં આવે તેવી પ્રભુ પ્રાર્થના વૈષ્ણવો દ્વારા કરવામાં આવી છે
* સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી અમદાવાદ કડી ના પ્રયાસો આકાર પામશે
* સ્ટેચ્યુ ઓફ પુષ્ટિના નિર્માણ માં 84 બેઠકજીની રજ નો ઉપયોગ કરવામાં આવશે
* આર્કિટેક અને ઈજનેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરી રહ્યા છે તેઓએ આ બાબતે સ્વીકૃતિ આપી
* સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ માટે એવી જગ્યા નક્કી કરી છે જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતાં પ્રવાસી જગતગુરૂ મહાપ્રભુજી ના દર્શન કરી આગળ વધવું પડશે
* વૈષ્ણવ સમાજમાં અને પુષ્ટિ માર્ગમાં માનતા પુષ્ટિમાર્ગીય ભક્તો માં આનંદ અને ઉત્સાહની લાગણી