Kheda
થર્મલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 10 ફૂટના બીમાર મગરનું રેસ્ક્યુ કરી સારવાર કરાઇ
ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલે ત્રણ દિવસથી એક વિશાળકાય મગર એક જ જગ્યાએ સ્થિર હાલતમાં જોવા મળતા ગામના જાગૃત નાગરિકોએ તેની ચિંતા વ્યક્ત કરતા ફોરેસ્ટર પ્રદીપભાઈ ભરવાડને જાણ કરી હતી. તેમને ફ્રેંડ્સ ઓફ એનિમલ્સના ગળતેશ્વર તાલુકાના પ્રમુખ રામસિંહભાઈનો સંપર્ક કર્યો હતો.
તેમને જિલ્લા પ્રમુખ પ્રહલાદસિંહ પરમારને જાણ કરી સત્વરે સ્થળે પહોંચ્યા હતા. ત્યાં મેનપુર નર્સરીના કાર્યકર ગુલાબભાઇ અને રામસિંહભાઈ બેજ ભાઈઓ મળીને 10 ફૂટના બીમાર મગરનું રેસ્ક્યુ કર્યું હતું. તેની ઘનિષ્ટ સારવાર અર્થે તેને મેનપુર નર્સરીએ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેની સારવાર કર્યા બાદ તેની તબિયતમાં સુધાર આવતા તેને વન વિભાગે સુયોગ્ય જગ્યાએ છોડી દેધો હતો.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર