Surat
4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારો 12 વર્ષથી ફરાર આરોપી યુપીથી ઝડપાયો

(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતમાં વર્ષ 2011માં સચિન વિસ્તારમાં માસુમ ચાર વર્ષની બાળકી સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીની સુરત પીસીબીની ટીમે ઉત્તરપ્રદેશ ખાતેથી ધરપકડ કરી છે. છેલ્લા બાર વર્ષથી ગંભીર ગુનામાં ફરાર આરોપી ફરાર હતો. આરોપીએ પોર્ન ફિલ્મ જોયા બાદ માસૂમ સાથે બર્બરતા આચરી હતી.બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી લાશને પોતાના ઘરના છજા પર સંતાડી આરોપી ફરાર થઇ ગયો હતો.
પોલીસ વારંવાર આરોપીની તપાસ માટે જતી હતી.પરંતુ આરોપી પોલીસ આવે ત્યારે ઉત્તરપ્રદેશથી બિહાર ભાગી જતો હતો.જ્યારે પોલીસ બિહાર ખાતે તપાસમાં જતી ત્યારે ઉત્તરપ્રદેશ ભાગી જતો હતો. પીસીબીની તપાસમાં આરોપીનું લોકેશન ઉત્તરપ્રદેશ ખાતે ફરી મળી આવતા સુરત પીસીબીની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.