Connect with us

Vadodara

વડોદરાની ૧૨ વર્ષીય મનોદિવ્યાંગ દિકરીએ સમગ્ર દેશમાં વડોદરા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું

Published

on

a-12-year-old-mentally-challenged-girl-from-vadodara-made-gujarat-proud-throughout-the-country-including-vadodara
  • ધો. ૮ માં અભ્યાસ કરતી હેત્વીએ “વિશ્વનું પ્રથમ અસાધારણ કૌશલ્ય ધરાવતી, બહુપ્રતિભાશાળી સી.પી બાળક” તરીકે વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કર્યું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર-મેડલ એનાયત કરી પ્રતિભાશાળી દીકરીનું સન્માન કરાયું

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરતી હેત્વી ખીમસુરિયાએ પોતાની ફ્રી હેન્ડ પેઇન્ટિંગ,ક્રાફટ, અને ઝડપી ૫૦ જેટલી પઝલ સોલ્વ કરી “વિશ્વનું પ્રથમ અસાધારણ કૌશલ્ય ધરાવતી,બહુ પ્રતિભાશાળી સી.પી બાળક” તરીકે વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કરવા સાથે સમગ્ર વડોદરાને ગૌરવ અપાવ્યું છે.હેત્વી આ અગાઉ ગુજરાત બુક ઓફ રેકોર્ડ,ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરી ચૂકી છે. ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરનાર આ મનોદિવ્યાંગ બાળકીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ વર્લ્ડ રેકોર્ડ કીટ, પ્રમાણપત્ર, ટ્રોફી, મેડલ આપી સન્માન કરવામાં કર્યું હતું.

જન્મથી ૭૫ ટકા સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન જેવા અસાધ્ય રોગથી પીડાતી હેત્વીએ પોતાની નબળાઈને પડકાર આપીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આર્ટ અને ક્રાફ્ટમાં અનેક પ્રમાણપત્રો પ્રાપ્ત કરનાર ૧૨ વર્ષીય હેત્વીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં”વિશ્વનું પ્રથમ અસાધારણ કૌશલ્ય ધરાવતી, બહુપ્રતિભાશાળી સી.પી બાળક” તરીકે વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કર્યું છે.

a-12-year-old-mentally-challenged-girl-from-vadodara-made-gujarat-proud-throughout-the-country-including-vadodara

મક્કમ મનોબળ ધરાવતા માતાપિતાએ પોતાની મનોદિવ્યાંગ બાળકીને સાચવીને તેને નાની નાની બાબતો છીવટપૂર્વક શીખવવાનું શરૂ કર્યું. શૈક્ષણિક પઝલો બાદ રંગોની ઓળખ કરાવી હેત્વીને ચિત્રોમાં ધીમે ધીમે રંગો પૂરવાની પ્રેક્ટિસ કરાવવામાં આવી. ફ્રી હેન્ડ પેઇન્ટિંગ કરવામાં આગળ વધેલી હેત્વીની એક યુ-ટ્યુબ ચેનલ ખોલવામાં આવી. તેમના ચિત્રોના વીડિયો અહીં અપલોડ કરવામાં આવે છે તેમજ અન્ય મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાને વીડિયો મોકલીને અન્ય મનોદિવ્યાંગ બાળકોને પણ પ્રેરણા પૂરી પાડી ઉત્સાહમાં વધારો કરે છે.

Advertisement

આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે, હેત્વીએ અત્યાર સુધીમાં ૨૫૦ ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને ક્રાફ્ટ બનાવ્યા છે, ૫૦ શૈક્ષણિક પઝલ્સ ઉકેલી છે. આ ઉપરાંત તે ૧ થી ૧૦૦ અંગ્રેજી આંકડા અને ગુજરાતી સ્વર-વ્યંજન બોલી તેમજ વાંચી બતાવે છે. એક મહિના પહેલા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરનાર ગુજરાતની પ્રથમ દિવ્યાંગ બાળકી તરીકે હેત્વી સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. ત્યારબાદ આગળ વધતા તેમણે મહત્તમ પ્રમાણપત્રો પ્રાપ્ત કરનારી મનોદિવ્યાંગ દિકરી તરીકે ઈન્ડિયા બુકમાં પણ રેકોર્ડ કરી બતાવ્યો છે.

હેત્વીના પ્રેરણાસ્ત્રોત એવા તેમના પિતા કે જે તેમના માર્ગદર્શક શિક્ષક પણ છે, તેઓ હવે દીકરી વર્લ્ડ રેકોર્ડ બનાવી વિશ્વમાં દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.આ સિદ્ધિથી હેત્વી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ ગુજરાત અને ભારતનું વિશ્વસ્તરે નામ રોશન કર્યું છે.

Advertisement
error: Content is protected !!