Offbeat
19 વર્ષના યુવકે દાદીની ઉંમરની મહિલાને પ્રપોઝ કર્યું

સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થયો હતો, જેમાં એક 19 વર્ષનો યુવક 76 વર્ષની મહિલાને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યો છે. મહિલાના હાથમાં હાર્ટવાળા ફુગ્ગા હોય છે અને મહિલા હસતી જોવા મળે છે. આ ફોટો પર લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જિયુસેપ ફેમસ છે. સોશિયલ મીડિયા પર તેના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે.
પ્રપોઝ કરનાર યુવકનું નામ જિયુસેપ છે. યુવકે મહિલાની સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- આ તો માત્ર એક લાંબા સફરની શરૂઆત છે. આ સફર આગળ પણ ચાલુ રહેશે, અમારું વચન છે. ફોટો પર યુઝર્સ આ કપલને ટ્રોલ કરી રહ્યા છે. તેના પર તે યુવકે જવાબ આપ્યો છે કે, અમારો પ્રેમ સાચો છે અને અમારા સંબંધો આગળ પણ ચાલુ રહેશે.
જો કે, સોશિયલ મીડિયા પર આ કપલને યુઝર્સની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુઝરે કહ્યું કે, તે પોતાની દાદીની ઉંમરની મહિલાને પસંદ કરે છે, તો અન્ય એક યુઝરે લખ્યું ઉંમરનો તફાવત પણ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જિયુસેપે મહિલા સાથે પોતાનો ફોટો શેર કરવાનું ચાલુ રાખ્યું છે. તે જણાવે છે કે તેને દુનિયાના લોકોની પરવા નથી.