Gujarat
પંચમહાલ જિલ્લામાં લશ્કરી ભરતી પૂર્વે ૩૦ દિવસનો તાલીમ વર્ગ શરુ કરાશે
તાલીમમાં જોડાવા માંગતા ઉમેદવારોએ જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા ખાતે અરજી કરવાની રહેશે
દર વર્ષની જેમ,વર્ષ ૨૦૨૪-૨૫માં જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલ દ્વારા પંચમહાલ જિલ્લાના યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લશ્કરી ભરતી પૂર્વે ૩૦ દિવસનો નિવાસી તાલીમ વર્ગ શરુ કરવાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ૩૦ ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરીક અને લેખીત પરીક્ષા અંગે તજજ્ઞ વક્તાઓ દ્વારા વિના મુલ્યે તાલીમ આપવામાં આવશે.
નિવાસી તાલીમમાં જોડાનાર ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા અને સ્ટાઈપેન્ડ અને સાહિત્ય વિના મુલ્યે આપવામાં આવશે. તાલીમમાં જોડાવા ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ સુધીના ઊંચાઈ ૧૬૮ સે.મી અને વજન ૫૦ કી.ગ્રા અને ૭૭ સે.મી છાતી ધરાવતા ધો.૧૦ પાસ કરેલ અપરણીત ઉમેદવારોએ ધો-૧૦ની માર્કશીટ, એલ.સી, જાતીનો દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંકની પાસબુક નકલ તેમજ પાસપોર્ટ સાઈઝના ૦૨ ફોટા સાથે નિયત અરજી ફોર્મ અત્રેની જીલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન- ૨,ગોધરા જિ-પંચમહાલ ખાતેથી મેળવી દિન -૧૫ રૂબરૂ જમા કરાવવી તથા વધુમાં અગ્નીવીર પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે તેમ જિલ્લા રોજગાર અધિકારી પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.