Connect with us

Chhota Udepur

૫૦ વર્ષના હેવાને ૧૧ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું

Published

on

A 50-year-old man raped an 11-year-old girl

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

સમાજ જીવનને છીન્ન ભીન્ન કરતા બનાવો પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ છાશવારે બની રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લામાં બનેલા પારિવારિક મૂલ્યોના પતન સમાન આ બનાવમાં ૧૧ વર્ષની સગીર બાળા પર તેના કાકાએ જ દુષ્કર્મ ગુજાર્યુ હતું.

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં માસૂમ બાળકી ઉપર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

A 50-year-old man raped an 11-year-old girl

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના એક ગામમાં આધેડ કાકાએ માસૂમ ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે. ૫૦ વર્ષીય કૌટુંબિક કાકાએ ૧૧ વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ગઈકાલે સાંજે બાળકી તેના પિતા સાથે કૌટુંબિક કાકાની દુકાને ગઈ હતી જ્યાં પિતા બાળકીને કાકાની દુકાને મૂકી દૂધ ભરવા ગયા ત્યારે એકલતાનો લાભ લઈ આધેડ કાકા નટુ રાઠવાએ ભત્રીજી ઉપર નિયત ખરાબ કરી અને હવસનો શિકાર બનાવી. પાવી જેતપુર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપી કાકા સામે દુષ્કર્મ તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી નટુભાઈ મેલાભાઈ રાઠવાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!