Kheda
હડમતીયા ગામેથી 6ફૂટ ના મગર નું રેસ્કયું કરાયું

(રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
ગતરોજ રાત્રીના 11:30 કલાકે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામની સિમમાં અંદાજિત 6 ફૂટનો મગર દેખાતા નાસભાગ જોવા મળી હતી. ગામના જાગૃત નાગરિક હસમુખભાઇ રમણભાઈ પરમારે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ N G Oના ગળતેશ્વર તાલુકાના પ્રમુખ રામસિહ પરમાર ને જાણ કરી હતી.
તેમને વન વિભાગમાં જાણ કરી ફોરેસ્ટર પ્રદીપભાઇ ભરવાડ સાથે રહી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NGOના સભ્યો મુકેશભાઇ, કૌશિકભાઇ અને જયેશ ભાઇ સાથે મળીને 6 ફૂટ ના મગર નું રેસ્ક્યુ કાર્ય પૂરું કરી તેને પ્રાથમિક ચકાસણી કરીને માનવ વસવાટ થી દૂર છોડી દેવામાં આવ્યો હતો.