Kheda
63 વર્ષથી 56 ગજની ધજા સાથે ડાકોર જતો પગપાળા સંઘ

વિરેન્દ્ર મહેતા
કાલોલ નગર બજરંગ ભજન મંડળ દ્વારા પગપાળા સંઘ ડાકોર છેલ્લા 63 વર્ષથી 56 ગજની ધજા સાથે જાય છે જેમાં કાલોલ નગરના ભક્તો આ પગપાળા સંઘમાં જોડાઈ છે આ સંઘમાં પગપાળા જનારની સંખ્યા 100 થી વધુ હોય છે દરેક ભક્તો જય રણછોડ માખણ ચોર ના નારા સાથે કાલોલ નગરમાંથી મહાલક્ષ્મી મંદિર ખાતે થી પ્રસ્થાન કરી ડાકોર મુકામે પહોંચશે છેલ્લા ઘણા વર્ષોથી આ ટેક રાખી બેઠેલા ભક્તો આ યાત્રામાં જોડાય છે આ સંઘની અવિરત યાત્રા વર્ષોથી ચાલી આવે છે અને ભવિષ્ય મા પણ ચાલતી રહેશે તેવી ઊંડી આસ્થા ધરાવે છે