Gujarat
Gujarat News: દડીગામમાં ૯ વર્ષની બાળકી સહિત ત્રણ લોકો પર રીંછે કર્યો હુમલો

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
Gujarat News: છોટાઉદેપુર તાલુકાના દડી ગામે શર્મિલા નામની ૯ વર્ષની બાળા આશરે સવારે ૬ કલાકે દડી ગામના હોળી ફળિયામાં સિંદા વીણવા ગઈ હતી ત્યા અચાનક રીછે આવી તેના ઉપર હુમલો કરી થાપના ભાગે નખ દ્વારા ઇજા પહોંચાડી હતી ત્યાર બાદ ૬૫ વર્ષના એક વૃદ્ધ સમાયડા ભાઈ જે કુવા ઉપર દાતન કરી રહ્યા હતા ત્યા આજ રીછ દ્વારા છાતી ઉપર હુમલો કરી નખ થી ઇજા પહોંચાડી હતી. ત્યાર બાદ રીછ કુવામા ખાબક્યો હતો જેની જાણ ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગની રંગપુર રેંજમાં કરતા એસીએફ સહિતનો સ્ટાફ રીછ નું રેસ્ક્યુ કરવા આવ્યા હતા.
રીછ ને કુંવામાંથી બહાર કાઢ્વા પ્રયાસ આદરતા ભારે ઝહેમત બાદ રીછે જાતે બહાર નીકળ્યા બાદ પણ એક ઈસમ રેવજીભાઈ નાયકા ઉપર હુમલો કર્યો હતો. આમ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યા બાદ રીછ ઝાડીમા ભરાઈ ગયુ હતું આ ત્રણેય વ્યક્તિ જે રિછના હુમલનો ભોગ બન્યા હતા તેમને ૧૦૮ એમ્બયુલેન્સ મારફત છોટાઉદેપુર ની રેફરલ હોસ્પિટલમા સારવાર માટે લઇ જવાયા હતા જ્યા તેમની સારવાર ચાલી રહી છે હાલ જે વિસ્તારની ઝાડી મા આ રીછ ભરાયેલ છે. તે સમગ્ર વિસ્તાર ફોરેસ્ટ વિભાગે કોર્ડન કરી રીછનું રેસ્ક્યુ કરવાની કાવાયત હાથ ધરી છે