Gujarat

સતયુગ ના આશ્રમો અને ગુરુકુળ ની યાદ અપાવે તેવી સુંદર લાયબ્રેરી

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

હાલના ઇલેક્ટ્રોનિક ના જમાનામાં લોકો કુદરત દ્વારા અર્પણ કરવામાં આવેલ પ્રાકૃતિક વાતાવરણને ભૂલીને કલુક્ષિત વાતાવરણમાં રાચતા હોય છે તથા હાલના જમાનામાં બાળકો અને યુવાનો મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે પુસ્તકો અને વાંચન ભુલાઈ ગયું છે પરંતુ નવસારી તાલુકાના દેવધા ગામના પ્રાકૃતિક વાતાવરણમાં પોતાના દાદા ડોક્ટર મોહનભાઈ વસી ના સ્વપ્નને સાકાર કરવા માટે પૌત્ર જય વસી દ્વારા અંબિકા નદીના કિનારે પ્રાકૃતિક વાતાવરણમાં વાસ માટી છાણ થી લીપણ કરી તથા ઘાસની નાની નાની કુટીરો બનાવી પુરાના જમાનામાં ચાલતા આશ્રમો અને ગુરુકુળ ની યાદ અપાવે તેવી સુંદર લાયબ્રેરી નું આયોજન કરી યુવાનો અને બાળકોને વાંચન માટે આકર્ષવાનો સુંદર પ્રયાસ કર્યો અને તેમાં તેઓને સફળતા મળતા તેવો એ આ શુભ કાર્ય પોતાના દાદા ડોક્ટર મોહનભાઈ વસી ના ચરણોમાં અર્પણ કરી લાઇબ્રેરી નું નામ પણ મોહન વાંચન કુટીર આપી દાદાનું સન્માન કર્યું છે.

Advertisement

બાળકો અને યુવાનોને મોબાઇલની લત છોડાવવાના એકમાત્ર આશય સાથે વેકેશનનું સદઉપયોગ કરી સમય વેડફવાને બદલે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે શીતલ પવનોની લહેરખી અંબિકા નદીના ખળખલળ વહેતા પાણીના શું મધુર અને કર્ણપ્રિય અવાજમાં આંબા અને ચીકુની વાડીમાં મનગમતા પુસ્તકોનું વાંચન કરી મનને સ્થિર અને શાંત રાખી વેકેશનમાં પુસ્તક અને પ્રકૃતિનો વિકલ્પ આપવામાં સફળ થયેલ જય વસીના જણાવ્યા અનુસાર ના એસી ના પંખા માત્ર કુદરત દ્વારા વીજવામાં આવતા શીતલ પવનો વચ્ચે કુદરતી લાયબ્રેરી નું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ 27 એપ્રિલથી ત્રણ મે સુધી ચાલુ રાખવામાં આવે છે પરંતુ યુવાનો અને બાળકોના સુંદર સાથ ને લઈને 1200 ઉપરાંત વિદ્યાર્થીઓ વાંચન માટે અહીં પધારે છે તેને લઈને મેના અંત સુધી આ લાઇબ્રેરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

આ હરતી ફરતી લાયબ્રેરી માં યુવાનો શણના કોથળા બાકડાઓ ઘાસની પથારી પર બેસી વાંચન કરે છે આ શરૂ કરવાનો આશય માત્ર યુવાનો સમયનો અને વેકેશનનો સદ ઉપયોગ કરી પોતાની બુદ્ધિના માત્રામાં વધારો કરે તે આશય સાથે આ શરૂ કરવામાં આવ્યું છે મોબાઇલ કરતાં પુસ્તકો વધુ પ્રેમ આપે છે એક પુસ્તક દુનિયાની સો બારી ખોલી આપે છે આ અંગેનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો નથી પરંતુ વા વાયરે સમાચાર મળતા મોટી સીટીઓ અને શહેરોના યુવાનો આ લાયબ્રેરીમાં આવે છે અને વાંચન કરી મનને પ્રફુલ્લિત કરે છે તેવો માટે બેસવાની અને પાણીની વ્યવસ્થા વિનામૂલ્યે આયોજક દ્વારા કરવામાં આવે છે માત્ર મારા દાદા ડોક્ટર મોહનભાઈ વસીના વિચારોને જીવંત કરી તેઓના આ કાર્યને સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અનેક સ્થળોએ નાની નાની કુટીરો બનાવવામાં આવી છે તથા નવરાશની પલોમાં જૂના જમાનાની રમતો રમી મનને પ્રફુલ્લિત કરે તેવા પ્રયાસો આયોજક દ્વારા કરવામાં આવ્યા છે જે બાળકો અને યુવાનો માટે લાભદાઈ છે

Advertisement

  • અંબિકા નદીના કિનારે પ્રાકૃતિક વાતાવરણમાં વાસ માટી છાણ થી લીપણ કરી તથા ઘાસની નાની નાની કુટીરો બનાવી પુરાના જમાનામાં ચાલતા આશ્રમો અને ગુરુકુળ ની યાદ અપાવે તેવી સુંદર લાયબ્રેરી
  • બાળકો અને યુવાનોને મોબાઇલની લત છોડાવવાના એકમાત્ર આશય સાથે વેકેશનનું સદઉપયોગ કરી સમય વેડફવાને બદલે પ્રાકૃતિક વાતાવરણ પુસ્તકોનું વાંચન
  • મોબાઇલ કરતાં પુસ્તકો વધુ પ્રેમ આપે છે એક પુસ્તક દુનિયાની સો બારી ખોલી આપે છે
  • આ શુભ કાર્ય પોતાના દાદા ના ચરણોમાં અર્પણ કરી લાઇબ્રેરી નું નામ પણ મોહન વાંચન કુટીર આપી દાદાનું સન્માન કર્યું છે

Trending

Exit mobile version