Gujarat
સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નાં આયોજન બાબતે સેલવાસા ખાતે દ્વી માસિક બેઠક યોજાઇ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આગામી ૧૩-૧૫ જાન્યુઆરી -૨૦૨૪ આદિવાસી એકતા પરિષદ નાં ૩૧ મુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન દાદરા નગર હવેલીના સેલવાસ નજીક નાં અથોલા ખાતે આયોજિત થનાર હોય જેના અનુસંધાને આદિવાસી એકતા પરિષદ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહાવીર ખરાડી ના અધ્યક્ષતા માં ૨૪ ડિસેમ્બર નાં રોજ એક બેઠક મળી હતી.
જેમા આદિવાસી એકતા પરિષદ નાં મહાસચિવ અશોકભાઈ ચૌધરી સહિત અધ્યક્ષ મંડળના પદાધિકારીઓ ઉપરાંત આદિવાસી એકતા પરિષદ નાં પાંચ રાજ્યોમાં થી મોટી સંખ્યામાં સંનિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
૩૧મુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સેલવાસા (દાદરા નગર હવેલી)મુકામે થવા જઈ રહેલ છે,તેના આયોજન ના ભાગ રુપે અને દર ત્રણ માસે મળતી બેઠક નો પણ સમાવેશ હતો,આયોજન બાબત મા સ્થાનિક કાર્યકરો મહાસંમેલન ની તૈયારીઓ અને સમિતીઓ બાબત, સાધન સામગ્રીઓ બાબત, સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક સંપન્ન બને એ દિશામા કામગીરી કરવાની તમામ રાજ્યોએ ભંડોળ ની મદદરૂપ થવા આહવાન કરવામા આવ્યુ.
સેલવાસમાં યોજાનાર સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ને સફળ રીતે આયોજિત કરવા માટે ગત વર્ષે આદિવાસી એકતા પરિષદ નું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન જે છોટાઉદેપુર જિલ્લા નાં કવાંટ નજીક નાં હમિરપુરા ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું હતું જેના આયોજન સમિતિના અધ્યક્ષ શનિયાભાઈ રાઠવા પાસે સૂચનો જાણ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં થી ,શનિયાભાઈ રાઠવા, નારણભાઈ રાઠવા, કાન્તિભાઈ રાઠવા, કાનજીભાઈ ભીલ, કીર્તનભાઈ રાઠવા, રાહુલ ભાઈ રાઠવા, તેરસીગભાઈ રાઠવા, ગેમજીભાઈ રાઠવા, પ્રભાતસિંહ મોરી, પુનમભાઇ રાઠવા, નયનભાઈ રાઠવા, પરેશભાઈ રાઠવા, વિકૃમભાઈ રાઠવા જયેન્દ્ર રાઠવા,,નિતીન રાઠવા, ઝલુભાઈ રાઠવા, સુકલીયાભાઈ રાઠવા, વદેસિગભાઈ રાઠવા સહિત નાં સામાજિક કાર્યકરો બેઠક માં ભાગ લેવા સેલવાસા પહોંચ્યા હતા.
૩૧,મુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સેલવાસા નજીક નાં અથોલા ખાતે યોજાનાર હોય જે સ્થળ નુ સપૂર્ણ રીતે તૈયારીઓ થઈ રહેલ છે,જેનુ નિરીક્ષણ પણ કરવામા આવ્યુ હતુ.
મહાસંમેલન મા જવા માટે આપણા છોટાઉદેપુર જિલ્લામાથી મોટી સંખ્યા મા આપણી પારંપારિક આદિવાસી વેશભૂષામાં સજ્જ થઇ જવા માટે આદિવાસી એકતા પરિષદ નાં નારણભાઇ રાઠવા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.