Dahod
દેવગઢ બારીયા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
આજરોજ તાલુકા આરોગ્ય કચેરી દેવગઢ બારીયા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ આર બી એસ કે દ્વારા પ્રેસ્ટીઝ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ બ્લડ ડોનેશન કેમ્પમાં આર બી એસ કે ટીમ દ્વારા ટોટલ 34 જેટલા ડોનરોએ બલ્ડ ડોનેટ કર્યું હતું. તેમજ આર બી એસ કે ટીમના સભ્યો દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું. જે બદલ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ટીમ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.