Gujarat
સેવાલીયા અમન ચેરીટેબલ ટ્રસ્ટ, રેડકોર્ષ સોસાયટી, નડીયાદ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે અમન ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયા અને ઇન્ડીયન રેડકોર્ષ સોસાયટી, નડીયાદ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાલીયા રેલવે સ્ટેશનની પાસે અમન ચેરીટેબલ ટ્રસ્ટ , સેવાલીયા દ્વારા રક્તદાન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું જેમાં પાલી (સેવાલીયા) ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ મોહસીન ભાઈ વહોરાએ હાજરી આપી અને બ્લડ ડોનેટ કરી સંસ્થાના આયોજકોની કામગીરી ને બિરદાવી હતી.
આ કેમ્પ માં કુલ 28 યુનિટથી વધારે બ્લડ એકત્રિત થયા હતા, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદ ના નિકેશ ભાઈ તથા તેમની ટીમનો ખૂબ સાથ સહકાર રહ્યો હતો. આ કેમ્પના આયોજક અશરફ કુરેશી તેમજ રીજવાન દરિયાઈ દ્વારા અમન ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયા ની તમામ ટિમ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રતિનિધિ રીઝવાન દરિયાઈ ખેડા.ગળતેશ્વર