Panchmahal
આદિવાસી શહીદોની સ્મૃતિ રૂપે અંગ્રેજ વિરુદ્ધ લડાઈનો આબેહૂબ ચિતાર આપતો ગ્રંથ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
અંગ્રેજ હકુમત માંથી હિંદુસ્તાનને આઝાદ કરાવવા માટે જાંબુઘોડા તાલુકાના આદિવાસી લડવૈયા દ્વારા અંગ્રેજ હકુમત સામે બળવો પોકારી હકુમત વિરુદ્ધ યુધ્ધે ચઢ્યા હતા જેમાં પાંચ નાયક ભાઈઓ રૂપસિંહ નાયક, જોરીયા પરમેશ્વર, ગલાલ નાયક, અંગ્રેજ હકુમત વિરુદ્ધ મોરચો માડવામાં આવ્યો હતો જેમાં શહિદ થયેલા આદિવાસીઓના ઇતિહાસને પુનઃ જાગૃત કરવા માટે પ્રોફેસર અરુણ વાઘેલાએ તેઓની કલમથી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં આદિવાસી શહીદોની સ્મૃતિ રૂપે અંગ્રેજ વિરુદ્ધ લડાઈનો આબેહૂબ ચિતાર આપતો ગ્રંથ લખી તેના વિમોચન માટે જાંબુઘોડા ખાતે આદિવાસીઓની શહીદ દિવસની યાદ માં યોજવામાં આવેલ મહાસંમેલનમાં તેમના વક્તવ્યમાં આદિવાસી નાયક યોદ્ધાઓની હિંમત ને બિરદાવી હતી આ સંમેલનમાં અંદાજે 2000 જેટલા નાયક બંધુઓ અને નાયક જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી લડવૈયાઓ માંથી પાંચ આદિવાસી ને ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે 23 આદિવાસી લડવૈયાઓને જન્મટીપ સજા કરવામાં આવી હતી. વિસરાઈ ગયેલા આ ઇતિહાસને આદિવાસી સમાજ જીવન પર્યંત યાદ રાખે તે માટેના શુભ પ્રયાસો ને લઈને દર વર્ષે 16 મી એપ્રિલ જાંબુઘોડા ખાતે નાયક સમાજનું વિશાલ સંમેલન યોજવામાં આવે છે અને આદિવાસી લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓની લડતને યાદ કરી નાયક સમાજ કૃતજ્ઞતા અનુભવે છે.