Uncategorized

પીવાના પાણીની તૂટેલી લાઈન ઉકરડામાંથી પસાર થતી હોય રોગચાળાની દહેશત :તંત્રને રજૂઆત બે અસર

Published

on

બોડેલી તાલુકાના કોસિન્દ્રા પાસે આવેલા વાસણા ગામે પીવાના પાણીની તૂટેલી લાઈન ઉકરડામાંથી પસાર થતી હોય. તેની પાંચ મહિનાથી રજૂઆત કરવા છતાંય કોઈ કામગીરી ન થતાં છેવટે જાગૃત નાગરિકે બોડેલી નાયબ ક્લેક્ટરની કોર્ટમાં લેખિત ફરિયાદ કરી લાગતા વળગતાઓ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. સંખેડા તાલુકાના વાસણા ગામે રહેતા વ્યવસાયે વકીલ વિક્રમભાઈના ઘર પાસે પીવાના પાણીની લાઈન તુટી ગઈ છે અને જ્યાં લાઈન તુટી છે. ત્યાં ઉકરડો હોઈ લાઈનમાંથી પીવા લાયક અને વાપરવા લાયક પાણી નથી આવતું અને ગંદુ પાણી આવતું હોય વાસણા પંચાયતના સરપંચ અને તલાટીને વિક્રમભાઈએ વારંવાર મૌખિક રજુઆતો કરી પણ કોઇજ કામગીરી કરી નહીં.


તાલુકા વિકાસ અધિકારીને પણ આ અંગે ધ્યાન દોર્યું હતું. છેવટે કોઈ કામગીરી ન થતાં બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિતભાઈ સહિત હોદેદારો વિક્રમભાઈ સાથે બોડેલી સેવા સદનમાં લેખિત ફરિયાદ આપવા ગયું ત્યાં બે જ જણાને અંદર આવવા કહ્યું. ત્યારે વકીલોએ પ્રાંત કચેરીની ટપાલ શાખામાં ફરિયાદ આપી હતી. ગામના જાગૃત નાગરિક વકીલ સાથે જો આવું વ્યવહાર અને વર્તન પંચાયત, તાલુકા પંચાયત અને પ્રાંત કચેરીમાં થતું હોય તો ગામડાના સામાન્ય નાગરિકની કેવી દશા થતી હશે તે ચર્ચાનો વિષય છે.
અધિકારીઓ સાથે નેતાઓ અને ઈજારદારો બે રોકટોક અવરજવર કરતા હોય અને રજૂઆત કરનારા પ્રત્યે બેધ્યાનપણું અધિકારીઓ દાખવે ત્યારે કહેવાતા પારદર્શક વહીવટ સામે સવાલ ઉભા થાય છે. બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિતભાઈ રોહિતે વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી હતી

Advertisement

Trending

Exit mobile version