Chhota Udepur
મહિલાઓ અને બાળકીઓની જાતીય સતામણી સામે કાનૂની રક્ષણ અંગે બોડેલી ખાતે શિબિર યોજાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આજરોજ તારીખ ૫/૦૮/૨૦૨૩ ના રોજ જાતીય સતામણી અને સ્વ બચાવ થી મહિલાઓ અને બાળકીઓના રક્ષણ માટે વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ શિબિર નું આયોજન નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવાા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના ઉપક્રમથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ચાચક બોડેલી ખાતે જાતીય સતામણી અને સ્વ બચાવ થી મહિલાઓ અને બાળકીઓના રક્ષણ માટે વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ શિબિર કાર્યક્રમ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી તરફથી આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ડીપી ગોહિલ, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ, અંદલિપ તિવારી, બીજા એડી ડિસ્ટ્રિક્ટ જજ, આશુતોષ રાજ પાઠક, ચેરમેન, તાલુકા કાનૂની સેવા સમિતી બોડેલી અને પ્રિન્સિપાલ સીની. સિવિલ જજ, એડી, ચીફ જ્યુંડીશિયલ મેજી બોડેલી તથા મિતેશભાઈ પટેલ, ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદપુર તથા એડી સિવિલ જજ એ.પી. વર્મા, તથા સરકારી વકીલ યોગેશભાઈ દરજી અને ભાવનાબેન, વસાવા, નાયબ પોલીસ અધિક્ષક ડી.કે. રાઠોડ, તથા પો. સ. ઇ. સુરેશ બારીયા બોડેલી તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ તથા બાર એશોશિયેનના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત તથા બાર એશોશિયેશનના હોદેદારો તેમજ વી. ધારા શાસ્ત્રીઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમાં સાથે મળી આ શિબિરની ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને હાજર રહેલ તમામ સ્કૂલના આચાર્ય તથા બાળાઓ તથા આંગણવાડીની કાર્યકર બહેનોને કાયદાની સમજ આપી તેમજ મહિલાઓ માટે સ્વ બચાવ કેવી રીતે કરવો તે બાબતે ટ્રેઈન કરાટે માસ્ટર જાબીર હુસેન એન મલેક મારફતે નાટ્ય માધ્યમથી સમજ આપી તેમજ નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના ઉપક્રમે તથા તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્વારા યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં કુલ ૨૦૦૦ મહિલાઓએ ભાગ લીધેલ છે.