Connect with us

Chhota Udepur

દેવહાટ ખાતે સગર્ભા સ્ત્રીઓ ની ચકાસણી માટે નો કેમ્પ યોજાયો.

Published

on

A camp was held at Devhat for screening of pregnant women.

પ્રતિનિધિ, કાજર બારીયા

જિલ્લા આરોગ્ય સોસાયટી તથા ધીરજ હોસ્પિટલ નાં સહયોગ થી છોટાઉદેપુર નાં દેવહાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે તપાસ અને સારવાર કેમ્પ યોજાયો હતો.

Advertisement

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સી બી. ચૌબીસા ના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ મમતા અભિયાન કેમ્પ માં આરસીએચઓ ડો.એમ ટી છારી, જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડો મનહર રાઠવા,ડો.જયેશ રાઠવા,ડો. કુલદીપ શર્મા તથા જિલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રો શંકરભાઇ રાઠવા,તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્યો ઉર્મિલાબેન રાઠવા,ગુમાનભાઈ રાઠવા, બાળમહિલા ચેરમેન લીલાબેન રાઠવા અંબાલા ગ્રામ પંચાયત નાં સરપંચ વેચાણ ભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં ટી.બી. રોગ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી.તથા ટીબી રોગ ની માહિતી આપતા પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ‌ દેવહાટ ના મેડીકલ ઓફિસર ડૉ. ગણેશ ચૌધરી ના સહયોગથી સગર્ભા માતા માટે એક મમતા અભિયાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. તમામ આરોગ્ય સ્ટાફ ની સાથે ટી.બી. પેશન્ટ ઉપરાંત ફેમિલી મેમ્બર્સ ને પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કીમોપ્રોફાઇલેક્સિસ ડોઝ લેવો જોઈએ દરેક દર્દીને કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે સમજાવ્યું.આ ઉપરાંત તમામ સગર્ભા માતાના લોહીની તપાસ ઉપરાંત ગળફાની તપાસ વજન અને ઉંચાઈ માપી BMI ચેક કરવામાં આવ્યું.

Advertisement

A camp was held at Devhat for screening of pregnant women.
તાલુકા ટીબી સુપરવાઈઝર મનહરભાઈ વણકર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવેલ આહવાન દેશ માંથી ૨૦૨૫ ના વર્ષ સુધી માં ટી. બી. રોગ નાબૂદી માટે ટી. બી.ના દર્દીને હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર ઉપરાંત પોષ્ટિક આહાર ની ઉણપ ના કારણે દવાઓની અસર ઓછી થવાની શકયતા હોય શકે તે માટે દરેક જરૂરિયતમંદ ટીબી ના દર્દીને પોષ્ટિક આહાર કીટ આપવા સમાજમાં સ્વેચ્છિક સંસથાઓ, એન. જી. ઓ, દાતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સમાજસેવકો. સરપંચો, સભ્યો,જાગૃત નાગરિકો ને આગળ આવવા અપિલ કરી છે અને ટીબી ના દર્દીને રોગમુક્ત કરવા સહાયરૂપ થવા આહવાન આપેલ છે તેમ જાણકારી આપવામાં આવી હતી.

A camp was held at Devhat for screening of pregnant women.
આ કેમ્પમાં ધીરજ હોસ્પિટલ નાં સુપ્રિટેન્ડન્ટ ડો. લવલેશકુમાર, ડો.હેમાગીની ગાંધી તથા ૧૦૮ ઇમરજન્સી નાં મેનેજમેન્ટ એજ્યુકેટીવ મહેન્દ્ર સિંહ ચૌહાણ સહિત ની ટીમ ઉપસ્થિત રહી જરુરી સેવા ઓ આપી હતી તથા

જિલ્લા ક્ષય અઘિકારી ડૉ. ભરતસિંહ ચૌહાણ ટીબી ના દર્દીને નિશુલ્ક સારવાર ની સાથે પોષ્ટિક આહાર મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેલા છે તેમજ સમાજમાં છૂપાયેલા ટીબી ના દર્દીને શોધીને સારવાર પર મૂકવા.તેમા ખાસ કરીને સગર્ભા માતા બાળકો અને લક્ષણો ધરાવતા. જેવાં કે બે અઠવડિયાથી ખાંસી, વજન ઘટવું, ગળફા માં લોહી આવવું, રાત્રે પરસેવો થવો, છાતીમાં દુઃખાવો,થાક લાગવો, વિગેરે લક્ષણો ધરાવતાં દર્દીને નજીકના સરકારી દવાખાનામાં મોકલવા અને ગળફાની તપાસ કરાવવી તેમ છોટાઉદેપુર તાલુકાના સિનિયર લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય દ્વારા જણાવવામાં આવ્યું.

Advertisement
error: Content is protected !!