Connect with us

Chhota Udepur

પાવીજેતપુર તાલુકાનાં આંબાખુટ ગામે નરભક્ષી દીપડો અંતે પાંજરે પૂરાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામના અને વન વિભાગમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા એક વોચમેનને એક દીપડો પકડીને જંગલમાં બે કિલોમીટર ખેચી જઈ ખાઈ ગયો હતો તે દિપડા ને પાંચ પાંજરા મૂકી પકડી પાડવામાં આવ્યો છે.
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર વન વિભાગના આંબાખૂટ ગામે રહેતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયા વન વિભાગમાં આઉટસોર્સમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. ૯ સપ્ટેમ્બર ના રોજ તેઓ ફરજ પર હતા અને સાંજે ઘરે પરત ફર્યા ન હતા, જેને લઇને સવારે તપાસ કરતા ૧૦ સપ્ટેમ્બરના બપોરે લગભગ ૩ વાગ્યાના અરસામાં તેમના ચંપલ અને બેગ મળી આવી હતી,ચંપલ અને બેગ મળી આવી ત્યાંથી ઘસડાયેલાના નિશાન આધારે જંગલમાં તપાસ કરતા બે કિલોમીટર દૂર જેટલા અંતરેથી તેમની લાશ મળી આવી હતી.લાશને જોતા ગણપતભાઈની પીઠ ઉપર કરડી ખાધેલું જણાઈ આવ્યું હતું, ત્યારે વન વિભાગે તપાસ કરતા ગણપતભાઈ ઘરે પરત ફરતા હતા ત્યારે લગભગ ૬ વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડા દ્વારા ગણપતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને લગભગ બે કિલોમીટર સુધી જંગલમાં ખેચી જઈને પીઠના ભાગે કરડી ખાધેલી હાલતમાં મંગળવારે બપોરે લાશ મળી આવી હતી.

Advertisement


વન કર્મચારીનું મોત થતા જંગલખાતા દ્વારા જ્યાં આ ઘટના ઘટી હતી તે સ્થળ ઉપર, જંગલ વિસ્તારમાં ત્રણ તેમજ બહારના વિસ્તારમાં બે આમ કુલ પાંચ પાંજરા મૂકી દીપડાને પકડવાની તજવીજ કરવામાં આવી હતી. વહેલી સવારે જેઇને જોતા પ્રથમ નંબરના જ પાંજરાની અંદર દીપડો પુરાઈ ગયો હતો. પાંજરાની અંદર પુરાયેલ દીપડાને વેહલી સવારે ત્યાંથી ધનપુર ખાતે રેસ્ક્યુ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી એ દીપડાને મોટા રેસ્ક્યુ સેન્ટર ધોબીકુવા પાવાગઢ ખાતે લઈ જવામાં આવનાર છે.
આમ, પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામે દીપડાએ વનકર્મી ઉપર હુમલો કરી દઇ, બે કિલોમીટર જંગલ ની અંદર ખેંચી લઈ જઈ મોત નિપજાવ્યું હતું જેના પગલે તંત્ર દ્વારા પાંચ પાંજરા મૂકી દીપડાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!