Panchmahal
ઢીકવા પાસે ખેરના લાકડા ભરી જતી કાર ઝાડ સાથે અથડાઇ બે ના મોત
પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકાનાં ઢીકવા ગામની સીમમાં આજે વહેલી સવારે ખેરના લાકડાની તસ્કરી કરીને ભાગતા ક્વાલિસ ગાડી વૃક્ષ સાથે અથડાતા ગાડીમાં બેઠેલા બંને યુવાનોના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત નિપજ્યાં હતા આ અંગે પાવાગઢ પોલીસ વર્તુળ માંથી મળતી વિગતો મુજબ ગોધરાના બે યુવાનો જુનેદ અહેમદ અને મહેમુદ હયાત ઢીકવા ખાતે થી ખેરના લાકડા કાપી પોતાની ગાડીમાં ભરી ઢીંકવાથી નીકળતા હતા
તે વખતે ઢીકવાની સીમમાં ઉપરોક્ત ગાડી ઝાડ સાથે ધડાકા ભેર અથડાતાં અકસ્માત થયો હતો જેમાં બંને યુવાનોના મોત નિપજ્યા હતા બંનેના મૃતદેહ ને પોલીસે પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા તથા આ ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ ગોધરા ખાતે યુવાનોના પરિવાર ને કરતા તેઓ હાલોલ ખાતે પહોંચ્યા હતા પંચક્યાસ અને રોજ કામ પૂરું થયા બાદ બંનેના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા અને રોજ કામ કર્યા બાદ વન વિભાગ એ ખેરના લાકડા કબજે કર્યા હતા