Chhota Udepur

છોટાઉદેપુર ખાતે આજીવિકા મિશન અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર: તા.૦૬:

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલની ઉપસ્થિતિમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખીમંડળોને કેશ ક્રેડિટ કમ્પ યોજવામાં આવ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, છોટાઉદેપુરની મિશન મંગલમ શાખા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર-સેટી દ્વારા આપવામાં આવેલી મોબાઇલ રિપેરિંગ તાલીમના તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાઅને જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના ૧૩૦ સ્વસહાય જૂથોને કુલ રૂા. ૪૨૮.૨૦ લાખની રકમની મંજૂર કરવામાં આવેલી કેશ ક્રેડિટ પૈકી ૬૦ સ્વસહાય જૂથોને ૧૪૩.૧૦ લાખની કેશક્રેડિટના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમ બાદ મીડીયા સાથે વાત કરતા ગુજરાત વિધાનસભાના દંડકે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી લોકકલ્યણાલક્ષી યોજનાઓ પૈકીની એક સખીમંડળની યોજના છે. ગ્રામીણ બહેનો દ્વારા બનાવવામાં આવેલા સ્વ સહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર થાય એ માટે સરકાર દ્વારા તેમને કેશ ક્રેડિટ મારફત બેંક લિંકેજ કરી આપવામાં આવે છે. તેમને મળતી કેશ ક્રેડિટ મારફત તેઓ નાનો મોટો ધંધો વ્યવસાય કરી આજીવિકા મેળવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગતે કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, આદિજાતિ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, અન્ય અધિકારી, પદાધિકારી અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version