Gujarat
બાકરોલ પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અંતર્ગત બાળમેળો યોજાયો.
શાળાના બાળકો વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે, એકબીજા વિદ્યાર્થીઓ સાથે સહકારની ભાવના કેળવાય તેમજ નેતૃત્વ શક્તિનો વિકાસ થાય વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિક શક્તિનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત ધોરણ 1 થી 5 નો આનંદભાઈ બાળમેળો તેમજ ધોરણ છ થી આઠ નો લાઈફ સ્કીલ અંતર્ગત બાળ મેળો આજરોજ સી.આર.સી કો-ઓર્ડીનેટર હરેન્દ્રસિંહ સોલંકી અને આચાર્ય શ્રી સતીશ પ્રજાપતિ ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ બાકરોલ પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો. જેમાં ધોરણ એક થી પાંચમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વેષભુષા,ચિટક કામ, કાગળ કામ, માટીકામ,બાલગીત, બાળવાર્તા,બાળ રમત, વેસ્ટ માંથી બેસ્ટ, રંગપૂરણી વગેરેનો સુંદર આયોજન વિવિધ શિક્ષકોના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું.
આ ઉપરાંત લાઈફ સ્કીલ બાળમેળા અંતર્ગત ધોરણ છ થી આઠ ના બાળકોને પાન ફૂલમાંથી તોરણ બનાવવા, મહેદી મૂકવી, કેશ ગુંથણ કરવા, વેસ્ટ માંથી બેસ્ટ ઝુમ્મર બનાવવા, રોટલા તેમજ રોટલી બનાવવી, શાક બનાવતા શીખવવું, ચા બનાવવી, લીંબુ માંથી શરબત બનાવવો, કપડાની સ્ત્રી કરવી, સ્ક્રુ ફીટ કરવો,આ ઉપરાંત હાસ્ય નાટક તેમજ સુકુડો જેવી રમતો શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું.