Gujarat
કણબીપાલ્લી સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
(ઘોઘંબા તા.૨૨)
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તથા ઘોઘંબા તાલુકા શિક્ષણ સમિતિ બી.આર.સી ભવનના સંયુક્ત ઉપક્રમે કણબીપાલ્લી સ્વામિનારાયણ મંદિર ખાતે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન, બીઆરસી, સીઆરસી શિક્ષકો, શિક્ષણ અધિકારી તથા રાજકીય આગેવાનો સાથે બાળ વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં જોડાઈને ગણિત અને વિજ્ઞાનની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. દામણપુરા અને પરોલી પગાર કેન્દ્ર સમાવિષ્ઠ શાળા પરિવાર દ્વારા બાળ વિજ્ઞાનીકોને પ્રોત્સાહિત કરવા માટે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કર્યું હતું આ પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી નું મહત્વ સમજાવતી કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 19 સીઆરસી ના પાંચ વિભાગની કુલ 95 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. જેમાં કુલ 228 શાળાઓએ ભાગ લીધો હતો 95 શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 190 બાળ વૈજ્ઞાનિકોએ કૃષિ, પર્યાવરણ, ટ્રાફિકની સમસ્યાનું નિવારણ ,પ્રાકૃતિક ખેતી જેવા વિષયોને આવરી લઈ કૃતિઓ તૈયાર કરી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર શાળાઓની ટ્રોફી તેમજ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી કાલોલ ધારાસભ્ય ફતેસિંહચૌહાણે બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ નિહાળી તેમના કાર્યની પ્રશંસા કરી તેમનું મનોબળ વધાર્યું હતું.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ માર્ગદર્શિત બી.આર.સી ભવન ઘોઘંબા દ્વારા કરવામાં આવેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સીઆરસી કોર્ડીનેટર, પગાર કેન્દ્રના આચાર્યો, પગાર કેન્દ્રના આચાર્યો ,તાલુકા શિક્ષણ અધિકારી ચેતનાબેન પરમાર ઘોઘંબા બી.આર.સી. ચીમનભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા