Panchmahal

હાલોલનાં તળાવ કિનારે નિરંકારી ભક્તો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું.

Published

on

પંચમહાલ જિલ્લા ના હાલોલ ખાતે સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના 75 માં અમૃત મહોત્સવના અવસર પર સદગુરુ માતાસુદીક્ષા મહારાજ તથા નિરંકારી રાજપીતાના પાવન આશીર્વાદ અને સાનિધ્યમાં 26 ફેબ્રુઆરી રવિવારના રોજ અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જલ સ્વચ્છ મનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ અમૃત પરિયોજના નો ઉદ્દેશ જળ સંરક્ષણ તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવી મુખ્ય જળ સ્ત્રોતની સ્વચ્છતા અને લોકજાગૃતિના માધ્યમની પ્રોત્સાહિત કરવાનો છે.


આ કાર્યક્રમ અંતર્ગત 26 ફેબ્રુઆરી રવિવારે સવારે 8:00 કલાકે હાલોલ નગરના મુખ્ય તળાવ કિનારે પીઠડ પ્લાસ્ટિકનો કચરો ગંદકી વગેરે સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો.સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ આ સમાજ કલ્યાણના અનેક કાર્યક્રમો જેમાં રક્તદાન શિબિર ઉપરાંત સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ નો આરંભ મુખ્ય હેતુ તેમની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતાસુદીક્ષા મહારાજજીના નિર્દેશનો સાથ અમૃત પરિવારજનો નું આયોજન કરવામાં આવ્યું હતું.આ યોજનામાં ભારત વર્ષમાં લગભગ 1000 સ્થળો ઉપરાંત 730 શહેરો અને 27 રાજ્યોમાં વિશાલ રૂપમાં સત્તા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે

Advertisement

Trending

Exit mobile version